કુણાલના પ્રેમમાં કેદ છે બચ્ચન ખાનદાનની આ દીકરી!
મુંબઈ, 5 ડિસેમ્બર : નૈના બચ્ચન... હા જી, અમિતાભ બચ્ચનના ભત્રીજી, અભિષેક બચ્ચનના પિતરાઈ બહેન એટલે કે અજિતાભ બચ્ચનના પુત્રી છે. નૈના મુંબઈમાં જ રહે છે, કારણ કે તેમનો શોખ થિયેટર કલાકાર બનવાનો છે. આ નૈના બચ્ચન આજકાલ બૉલીવુડ અભિનેતા કુણાલ કપૂરના પ્રેમમાં ગિરફ્તાર છે.

આમિર ખાનના ઘરે નૈના-કુણાલની આ પ્રકારે એક સાથે અપાયેલી હાજરી બાદ અફવાઓનો બજાર ગરમ છે કે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. કળા પ્રેમી નૈનાએ લંડનમાંથી ઇનવેસ્ટમેંટ બૅંકરની નોકરી છોડી થિયેટર કલાકાર બનવું વધુ યોગ્ય માન્યું અને તેથી તેઓ મુંબઈ વસી ગયાં છે. કુણાલ સાથે તેમની મુલાકાત થિયેટરમાં કોઈ નાટકના મંચન દરમિયાન થઈ. કુણાલ પણ એક સારા થિયેટર કલાકાર છે. બંનેના રસ એક સરખા હોવાના કારણે જ મૈત્રી થઈ કે જે હવે પ્રેમમાં બદલાઈ ગઈ લાગે છે.












Click it and Unblock the Notifications
