OMG! ગર્લફ્રેન્ડ સલમાન ખાનની અને લિપ કિસ આ વ્યક્તિને!
તે વાત તો હવે બધા જ જાણે છે કે સલમાન ખાનની નવી ગર્લફ્રેન્ડનું નામ છે લૂલિયા વંતૂર. અને વાતો તો ત્યાં સુધી થઇ છે કે આ ડિસેમ્બરમાં સલમાન ખાન લૂલિયા જોડે કરવાનો છે લગ્ન. વળી હાલમાં જ લૂલિયા અને સલમાન ખાનની માતા સલમા ખાનની પણ કેટલીક એરપોર્ટ તસવીરો મીડિયામાં રજૂ થઇ હતી. જેમાં લૂલિયા એક સારી થનારી વહુ તરીકે ભવિષ્યની સાસુમાંની મદદ કરતી જોવા મળી હતી.
પણ જ્યાં સલમાન ખાન અને લૂલિયા પ્રિંટી ઝિંટાના રિસેપ્શનથી લઇને તમામ જગ્યાએ એક બીજાની સાથે ફરી રહ્યા છે ત્યાં જ બીજી તરફ સલમાન ખાનની આ ગર્લફ્રેન્ડ કોઇ પુરુષ સાથે અંતરંગ પળો માણતી હોય તેવી તસવીરો સોશ્યલ મીડિયામાં જાહેર થઇ ગઇ છે. અને તે બાદ સલમાન ખાનનો આ આખા મુદ્દા પર શું અભિગમ રહેશે તે જોવાનું મહત્વપૂર્ણ થઇ જાય છે. તો કોણ છે આ વ્યક્તિ જેને લૂલિયા લિપ કિસ કરી રહી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

આ વ્યક્તિ છે લૂલિયાનો પતિ
શું તમને ખબર છે કે લૂલિયા વંતૂરના લગ્ન થઇ ચૂક્યા છે? નહીં ને પણ હકીકત એ છે કે આ ફોટોમાં કિસ કરતો વ્યક્તિ અન્ય કોઇ નહીં પણ લૂલિયાનો પહેલો પતિ છે.

કોણ છે આ વ્યક્તિ?
લૂલિતાના પહેલા લગ્ન ગ્રેમી એવોર્ડ વિનર અને જાણીતા મ્યુઝિક નિર્માતા મારિયસ મોગા સાથે થયા હતા.

તલાક થયા છે
જો કે આ રોમાનિયન મોડેલ અને આ મ્યુઝિક નિર્માતાના હવે તલાક થઇ ચૂક્યા છે. પણ હાલમાં જ સોશ્યલ મીડિયા પર તેમની અનેક આવી જ રોમાન્ટિક અને અંતરંગ તસવીરો વાયરલ થઇ ચૂકી છે.

સલમાનના લગ્ન વખતે?
અને તે પણ તેવા વખતે જ્યારે સલમાન ખાન અને લૂલિયા વંતૂરના લગ્નની વાતો જોરશોરથી ચાલી રહી છે. અને સલમાન અને લૂલિયા તમામ પાર્ટીમાં સાથે જોવા મળી રહ્યા છે.

સોશ્યલ મીડિયા
તેવી અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે જેમાં લૂલિયા તેના પતિ જોડો રોમાન્ટિક પળો માણી રહી હોય

શું કહેવું છે સલમાનનું
ત્યારે તે જોવાનું રહી જાય છે કે સલમાન ખાનનું આ બધા વિષે શું કહેવું છે. ચોક્કસથી સલમાન ખાનને આ વાતની ખબર જ હશે. પણ પબ્લિકમાં તેની થનારી પત્નીની આવી તસવીરો શું સલમાન ખાનને ગુસ્સો આપવશે?

સલીમ ખાન
નોંધનીય છે કે હાલમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાનને સલમાન અને લૂલિયા વિષે પુછવામાં આવ્યું હતું. અને તેમણે કહ્યું હતું કે સલમાનને જે પસંદ હોય તેની સાથે તે લગ્ન કરી શકે છે.

લૂલિયા
તો શું લૂલિયાના ભૂતકાળની આ તસવીરો સલમાન ખાન અને લૂલિયાના ભવિષ્યમાં કોઇ નવા ઉતાર ચડાવ લાવશે કે પછી સલમાન ખાન તેમાં પણ પોતાનો દબંગાઇ બતાવશે. તે તો હવે જોવું જ રહ્યું.












Click it and Unblock the Notifications
