જબ તક હૈ જાન : ત્રણ દિવસમાં 50 કરોડની કમાણી

મુંબઈ, 16 નવેમ્બર : સ્વર્ગસ્થ ફિલ્મ મેકર યશ ચોપરાની અંતિમ રચના જબ તક હૈ જાન અંગે બૉક્સ ઑફિસ રિપોર્ટ હાલ તો ખૂબ સારા મળી રહ્યાં છે. જે સમાચારો મળે છે, તેના મુજબ શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માના અભિનયથી સુસજ્જિત ફિલ્મ જબ તક હૈ જાને ભારતીય સિનેમા ઘરોમાં માત્ર ત્રણ જ દિવસમાં પચાસ કરોડ આંકડો પાર કરી લીધો છે. જોકે તેને મોટી ટક્કર સન ઑફ સરદાર તરફથી મળી રહી છે, પરંતુ છતાંય તેણે દર્શકોએ પોતાના તરફ ખેંચી લીધાં છે.

Katrina & Shahrukh

આપને જણાવી દઇએ કે 13મી નવેમ્બરના રોજ 2500 સ્ક્રીન ઉપર રિલીઝ થયેલ જેટીએચજેને સમીક્ષકો તરફથી પણ ઘણો હકારાત્મક રિસ્પૉન્સ મળ્યો છે. લોકોએ પણ ફિલ્મ પસંદ કરી છે. જે લોકો લાઇટ ફિલ્મો પસંદ કરે છે તેમને જબ તક હૈ જાન ઘણી સારી લાગી રહી છે.

આ ફિલ્મે પ્રથમ દિવસે 90 થી 100 ટકા વચ્ચે નફો કર્યો છે. પ્રથમ દિવસે જેટીએચજે ફિલ્મે બૉક્સ ઑફિસે લગભગ 15.23 કરોડ રુપિયાની કમાણી કરી છે. જોકે ફિલ્મે ઝડપ પકડી અને 14મીએ બીજા દિવસે 19.54 કરોડ રુપિયા કમાવ્યાં. આશા છે કે વીકેન્ડમાં ફિલ્મ વધુ સારો બિઝનેસ કરશે. સરવાળે આ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં કમાણીનો આંકડો 50 કરોડને આંબી દીધો છે.

મળતાં ટ્રેન્ડ્સ પ્રમાણે તો લાગે છે કે ફિલ્મ આગામી દિવસોમાં સારો બિઝનેસ કરશે. જેટીએચજેને સતત ટક્કર અજય દેવગણની એસઓએસ તરફથી મળી રહી છે કે જે માત્ર થોડાંક જ આંકડાઓથી પાછળ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X