રોમેન્ટિક ગીત વગર જ રિલીઝ થશે જબ તક હૈ જાન

મુંબઈ, 23 ઑક્ટોબર : યશ ચોપરાની અચાનક વિદાયથી બૉલીવુડમાં એક અપૂર્ણતા તો રહી જ ગઈ છે, પરંતુ જે અપૂર્ણતા અંગે યશજીના નજીકના લોકો દુઃખી છે તે છે તેમની અંતિમ ઇચ્છા અધૂરી રહી જવી. યશજી પોતાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં શિફૉન સાડી પહેરી કૅટરીના કૈફ ઉપર રોમેન્ટિક ગીત ફિલ્માવવા માંગતા હતાં, પરંતુ અફસોસ કે તેમની આ ઇચ્છા અપૂર્ણ રહી ગઈ. હવે ખબર છે કે જબ તક હૈ જાન ફિલ્મ આ રોમેન્ટિક ગીત વગર જ રિલીઝ કરવામાં આવશે કારણ કે યશજી વગર આ ગીતના ફિલ્માંકન અંગે કોઈ વિચારી પણ શકતું નથી.

Shahrukh-Katrina

યશજી કરતાં સારી રીતે રોમેન્ટિક ગીતો કોઈ શુટ કરી શકે નહિં. એ વાત સૌ જાણે છે. યશજીની અત્યાર સુધીની રોમેન્ટિક ફિ્લ્મોના ગીતો જેમ કે દિલ તો પાગલ હૈ ફિલ્મનું ઢોલના..., ચાંદની ફિલ્મનું ચાંદની... મોહબ્બતેં ફિલ્મનું હમકો હમીં સે..., સિલસિલા ફિલ્મનું યે કહાઁ આ ગયે... ડર ફિલ્મનું તૂ મેરે સામને... વિગેરે યશજીના પરફેક્ટ રોમાંસના દૃષ્ટાંત છે. જબ તક હૈ જાનને પણ યશ ચોપરા પોતાના આવા જ પરફેક્ટ રોમાંસ એરામાં શામેલ કરવા માંગતા હતાં અને કૅટરીનાને શિફૉન સાડી પહેરી સ્વિટ્ઝરલૅન્ડની આલ્પ્સ પર્વતશ્રેણીમાં શુટ કરવા માંતા હતાં

એક રીતે એમ કહી શકાય કે આ પ્રકારના ગીતો યશજીના સિગ્નેચર ગીતો હતાં અને તેમની દરેક ફિલ્મના એક મહત્વનો ભાગ હતાં. હવે જ્યારે યશજી પોતાની અંતિમ ઇચ્છા પૂરી કરી શક્યા નથી, ત્યારે જબ તક હૈ જાન યશજીના આ પરફેક્શનથી વંચિત રહી ગઈ છે. અથવા એમ કહી શકાય કે યશજીની છેલ્લી ફિલ્મનો રોમાંસ અધૂરો રહી ગયો છે. પરંતુ અમને આશા ચે કે યશ ચોપરાના જગત ભરમાં મોજૂદ ફૅન્સ તેમની આ છેલ્લી ફિલ્મને ભારે પ્રેમ આપશે અને આ ફિલ્મને આ વર્ષની સૌથી હિટ બનાવશે. કદાચ યશજીને આ જ સાચ્ચી શ્રદ્ધાંજલિ ગણાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X