B'DaySpecial: સલામન સાથેની ફિલ્મથી કરિયરને મળી 'કિક'
હેપ્પી બર્થ ડે જેકલિન ફર્નાન્ડિઝ! જેકલિનના જન્મદિવસ નિમિત્તે તેના અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં...
11 ઓગસ્ટ એટલે બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિસનો બર્થ ડે. વર્ષ 1985માં જન્મેલ આ એક્ટ્રેસ આજે 32 વર્ષની થઇ છે. જેકલિન એવી એક્ટ્રેસિસમાંની એક છે, જેની શરૂઆત ફ્લોપ ફિલ્મોથી થઇ, પરંતુ ધીરે-ધીરે સફળતાની સીડી ચડતી ગઇ. જેકલિનની શરૂઆતની ફિલ્મો ફ્લોપ ગઇ હોવા છતાં, તે પહેલી જ ફિલ્મથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

2009માં ડેબ્યૂ
જેકલિને વર્ષ 2009માં આવેલ ફિલ્મ 'અલાદ્દીન'થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. જી હા, ફિલ્મમાં જેકલિનનો હીરો તો રિતેશ દેશમુખ હતો, પરંતુ અલાદ્દીન(રિતેશ દેશમુખ) જિનના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા.

ટોપ એક્ટર્સ સાથે કર્યું કામ
ત્યારથી લઇને અત્યાર સુધીમાં જેકલિને બોલિવૂડના તમામ ટોપ એક્ટર્સ સાથે કામ કર્યું છે. અક્ષય કુમાર, સલમાન ખાન, સૈફ અલી ખાન, રણબીર કપૂર, જ્હોન અબ્રાહમ, ટાઇગર શ્રોફ, વરુણ ધવન વગેરે જેવા એક્ટર્સ સાથે તે કામ કરી ચૂકી છે.

100 કરોડ ક્લબ
2016માં જેકલિનની ત્રણ ફિલ્મો આવી હતી. 'હાઉસફુલ 3', 'ઢિશૂમ' અને 'ફ્લાઇંગ જટ્ટ'. આમાંથી 'ઢિશૂમ' બોક્સ ઓફિસ પર ભલે ખાસ કમાલ ન કરી શકી હોય, પરંતુ 'હાઉસફુલ 3' બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. બાળકો માટે બનાવવામાં આવેલ ફિલ્મ 'ફ્લાઇંગ જટ્ટ' ખૂબ ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.

મિસ શ્રીલંકા
જેકલિન ફર્નાન્ડિસ મિસ શ્રીલંકા બની ચૂકી છે. હાલમાં જ યોજાયેલ વોગ બ્યૂટી એવોર્ડમાં જેકલિનને સૌથી ફિટ એક્ટર ફિટસ્પિરેશનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેકલિન અત્યંત સુંદર છે અને સાથે જ તે પોતાની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

સલમાનની છે ખાસ
ફિલ્મ 'કિક' સમયે જેકલિન અને સલમાનના અફેરની ખબરોએ ઘણું જોર પકડ્યું હતું, જો કે એ વાત ખોટી સાબિત થઇ હતી. પરંતુ એ વાત તો માનવી પડે કે, જેકલિન અને સલમાનનું બોન્ડિંગ ખાસું સ્ટ્રોંગ છે. ફિલ્મ 'કિક' તેની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ સાથે જ જેકલિનનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસના લિસ્ટમાં આવી ગયું હતું.

જુડવા 2, એ જેન્ટલમેન
હાલ તે સલમાન ખાનની જ સુપરહિટ ફિલ્મ 'જુડવા'ની સિક્વલ 'જુડવા 2'માં કામ કરી રહી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કરિશ્મા કપૂર પણ કેમિયો કરવાના હોવાના સમાચાર હતા. જો આ ફિલ્મ હિટ રહી, તો જેકલિનના ખાતામાં અન્ય એક મોટી ફિલ્મ જોડાઇ જશે. સાથે જ 25 ઓગસ્ટના રોજ તેની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ 'એ જેન્ટલમેન' પણ રિલીઝ થનાર છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
