જૅકલીને સાજિદ ખાને સાથે ઝગડો હોવાનો કર્યો ઇનકાર
મુંબઈ, 15 એપ્રિલ : તમામ અટકળોને ફગાવતાં ફિલ્મ અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝે જણાવ્યું છે કે તેમનો સાજિદ ખાન સાથે કોઈ ઝગડો થયો નથી અને તેમની વચ્ચે કોઈ પણ જાતનું અંતર નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૂત્રોની માનીએ, તો જૅકલીન અને સાજિદ બંને એક-બીજા સાથે ડેટિંગ કરી રહ્યા હતાં.

જૅકલીન ફર્નાન્ડીઝ તથા સાજિદ ખાન વચ્ચેના ઝગડાનું કારણ એકતા કપૂર મનાય છે કે જેમની ફિલ્મમાં જૅકલીન એક આયટમ સૉંગ કરી રહ્યા હતાં. કહે છે કે સાજિદ ખાન નહોતા ઇચ્છતા કે તે આયટમ સૉંગ જૅકલીન કરે. ઉપરાંત જૅકલીન પ્રભુદેવાની એક આવનાર ફિ્લમ રમૈયા વસ્તા વૈયામાં પણ ઝપ્પી દે દે તૂ આયટમ સૉંગ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં નિર્માતા કુમાર તૌરાની પોતાના પુત્ર ગિરીશ કુમારને લૉન્ચ કરી રહ્યાં છે અને તેમના અપોઝિટ શ્રુતિ હસન પણ છે.
મળતી માહિતી મુજબ હાલ જૅકલીન ફર્નાન્ડીઝ ટિપ્સ માટે પણ કામ કરી રહ્યાં છે. તેમની પાસે હાલ સાજિદ ખાનની એક અનટાઇટલ્ડ ફિલ્મ પણ છે.












Click it and Unblock the Notifications
