Pics : સલમાનના સખી જૅકલીન બનશે રણબીરના રાણી!
મુંબઈ, 12 જુલાઈ : શ્રીલંકન અભિનેત્રી જૅકલીનને જોઈ લાગે છે કે હવે તેઓ પોતાનું સમગ્ર ધ્યાન કૅરિયર ઉપર આપી રહ્યાં છે, કારણ કે આજકાલ તેઓ મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહ્યાં છે. તે જોઈ લાગે છે કે જૅકલીન હવે દરેક રીતે બૉલીવુડમાં ટકી રહેવા તત્પર છે. આ વર્ષની પ્રથમ રિલીઝ થયેલી રેસ 2 જેવી મલ્ટીસ્ટારર ફિલ્મમાં જૅકલીને સ્થાન બનાવ્યું, તો સલમાન ખાન સાથે કિક ફિલ્મ સાઇન કરી જણાવી દીધું કે તેઓ પણ હવે હિટ થવા જ માંગે છે.
દરમિયાન હવે જાણવા મળે છે કે મૅડમે રૉય નામની એક ફિલ્મ સાઇન કરી છે કે જેમાં તેમના હીરો રણબીર કપૂર છે કે જેમના અંગે જૅકલીને જણાવ્યું કે રૉય સાઇન કરતી વખતે મને જાણ નહોતી કે ફિલ્મના હીરો રણબીર કપૂર હશે. તેમણે તો ફિલ્મની વાર્તા અને પોતાનો રોલ જોઈ ફિલ્મ સાઇન કરી હતી. નવોદિત દિગ્દર્શક વિક્કી સિંહ રૉય ફિલ્મને દિગ્દર્શિત કરી રહ્યાં છે.
જોકે રણબીર કપૂર સાથેની ફિલ્મ સાઇન કરવું જૅકલીન ફર્નાન્ડીઝ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે સૌ જાણે છે કે સલમાન ખાનના ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ આજકાલ રણબીર કપૂરના સારા મિત્ર બની ગયાં છે. બંનેએ સ્પેન ખાતે તાજેતરમાં જ જોરદાર મસ્તી કરી હતી અને તેની તસવીરો પણ જારી થઈ ચુકી છે. તેવામાં જો જૅકલીન રણબીર સાથે કામ કરે, તો તેમને કિક ફિલ્મ અપાવનાર સલમાન ખાન કદાચ નારાજ પણ થઈ શકે છે. (રણબીર-કૅટની મસ્તી)
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સલમાનના સખી
જૅકલીન ટુંકમાં જ સલમાન ખાન સાથે કિકમાં નજરે પડશે. તેઓ પ્રથમ વાર સલમાન સાથે સ્ક્રીન શૅર કરશે.

રણબીરના રાણી
જૅકલીન રૉયમાં રણબીર કપૂરના રાણી બનશે. જોકે તેમનું કહેવું છે કે તેમને ફિલ્મ સાઇન કરતી વખતે રણબીર હીરો હોવા અંગેની જાણ નહોતી.

પ્રભુ દેવા સાથે જાદૂ કી ઝપ્પી
જૅકલીન રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં પ્રભુ દેવા સાથે આયટમ નંબર જાદૂ કી ઝપ્પી કરી રહ્યાં છે.

મુઝે તો તેરી લત લગ ગઈ...
રેસ 2ના હિટ ગીત મુઝે તો તેરી લત લગ ગઈ... થી જૅકલીન લોકપ્રિય થયાં.

સોલો હિટનો ઇંતેજાર
જૅકલીને અત્યાર સુધી મલ્ટીસ્ટારર ફિલ્મો જ કરી છે. તેમને સોલો હિટ ફિલ્મનો ઇંતેજાર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
