Pics : સુંદર વસ્ત્રો પહેરી ઝાડીઓમાં કેમ પહોંચ્યાં જૅકલીન?

મુંબઈ, 3 ઑક્ટોબર : શ્રીલંકન અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝ ઝાડીઓ વચ્ચે શું કરી રહ્યાં છે? આટલા સુંદર વસ્ત્રો પહેરી જૅકલીન ઝાડીઓ વચ્ચે શું કામ પોતાનું કામણ પાથરી રહ્યાં છે?

હા જી, જૅકલીન ફર્નાન્ડીઝે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. જ્યોત્સના તિવારી નિર્મિત વસ્ત્રો પહેરી જૅકલીન ફર્નાન્ડીઝે આ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટ દરમિયાન જૅકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ સુંદર અને કામણગારા જણાતા હતાં. બૉલીવુડમાં ખાસ મુકામ હાસલ કરી ચુકેલા જૅકલીનનું આ ફોટોશૂટ જોઈ સૌ કોઈ દંગ રહી ગયાં.

જૅકલીન ફર્નાન્ડીઝ છેલ્લે રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં દેખાયા હતાં, પરંતુ તેમની આગામી ફિલ્મો કિક અને રૉય છે. કિકમાં તેઓ સલમાન ખાન સાથે કામ કરી રહ્યાં છે, જ્યારે રૉયમાં રણબીર કપૂર તેમના હીરો છે.

આવો તસવીરોમાં જોઇએ જૅકલીનનું ફોટોશૂટ અને જાણીએ વધુ વિગતો :

જ્યોત્સના તિવારીના વસ્ત્રોમાં જૅકલીન

જ્યોત્સના તિવારીના વસ્ત્રોમાં જૅકલીન

જૅકલીન ફર્નાન્ડીઝે તાજેતરમાં જ જ્યોત્સના તિવારીની નિર્માણ કળા દ્વારા નિર્મિત વસ્ત્રોમાં ફોટોશૂટ કરાવ્યું.

વ્યસ્ત અભિનેત્રી

વ્યસ્ત અભિનેત્રી

જૅકલીન ફર્નાન્ડીઝ શ્રીલંકા મૂળના છે અને હાલ બૉલીવુડમાં ખૂબ જ વ્યસ્ત અભિનેત્રી ગણાય છે.

રેસ 2 રહી સફળ

રેસ 2 રહી સફળ

જૅકલીન ફર્નાન્ડીઝે મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ 2માં પણ કામ કર્યું છે કે જે સફળ રહી હતી. તેઓ છેલ્લે રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં દેખાયા હતાં.

સલમાનના સખી

સલમાનના સખી

જૅકલીન ટુંકમાં જ સલમાન ખાન સાથે કિકમાં નજરે પડશે. તેઓ પ્રથમ વાર સલમાન સાથે સ્ક્રીન શૅર કરશે.

રણબીરના રાણી

રણબીરના રાણી

જૅકલીન રૉયમાં રણબીર કપૂરના રાણી બનશે. જોકે તેમનું કહેવું છે કે તેમને ફિલ્મ સાઇન કરતી વખતે રણબીર હીરો હોવા અંગેની જાણ નહોતી.

સોલો હિટનો ઇંતેજાર

સોલો હિટનો ઇંતેજાર

જૅકલીને અત્યાર સુધી મલ્ટીસ્ટારર ફિલ્મો જ કરી છે. તેમને સોલો હિટ ફિલ્મનો ઇંતેજાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X