Pics : સિક્વલ ગર્લ જૅકલીન ઉજવે છે 28મો જન્મ દિવસ

મુંબઈ, 2 જૂન : બૉલીવુડના સિક્વલ ગર્લ તરીકે જાણીતા શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝનો આજે જન્મ દિવસ છે. તેઓ 28 વર્ષના થઈ ગયાં છે.

શ્રીલંકામાં કોલમ્બો ખાતે 2જી જૂન, 1985ના રોજ જન્મેલા જૅકલીન ફર્નાન્ડીઝે બૉલીવુડમાં પોતાનું કૅરિયર અલાદીન ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમની છ ફિલ્મો આવી હતી કે જેમાંથી 3 ફિલ્મો સિક્વલ છે. તેઓ હાઉસફુલમાં હતાં અને હાઉસફુલ 2માં પણ તેમણે કામ કર્યુ હતું. ઉપરાંત મર્ડર 2 અને રેસ 2માં પણ જૅકલીને કામ કર્યું છે.

જૅકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં જ સાજિદ ખાન સાથેના બ્રૅક-અપના કારણે ચર્ચામાં હતાં. દરમિયાન એમ પણ ચર્ચાઓ ચાલી કે જૅકલીનને હવે સલમાનનો સહારો મળી ગયો છે. સલમાન ખાન પોતાની કિક ફિલ્મમાં જૅકલીનને સાઇન કરી રહ્યાં છે. જૅકલીન આ ઉપરાંત રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં પણ આવી રહ્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ જૅકલીન ફર્નાન્ડીઝની ફિલ્મી સફર.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત અલાદીન ફિલ્મ સાથે કરી હતી.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની બીજી ફિલ્મ જાને કહાં સે આયી હો હતી.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

હાઉસફુલ જૅકલીનના કૅરિયરની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જ તેમને બૉલીવુડમાં ઓળખ મળી.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

ભટ્ટ કૅમ્પની મર્ડર 2માં જૅકલીન પોતાની હૉટનેસ સાથે બૉલીવુડમાં સ્થાપિત થઈ ગયાં.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

મર્ડર 2 બાદ જૅકલીન ફર્નાન્ડીઝ હાઉસફુલની સિક્વલ હાઉસફુલ 2માં દેખાયાં.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની છઠી ફિલ્મ હતી રેસ 2. આ સાથે જ તેઓ સિક્વલ ગર્લ તરીકે ઓળખાવા લાગ્યાં, કારણ કે છમાંથી 3 ફિલ્મો સિક્વલ હતી કે જેમાં તેઓએ કામ કર્યુ હતું.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીન ફર્નાન્ડીઝ ટુંકમાં જ રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં શ્રુતિ હસન અને ગિરીશ કુમાર લીડ રોલમાં છે.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની આગામી ફિલ્મોમાં હમશકલનો સમાવેશ થાય છે.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

રૉય પણ જૅકલીનની આગામી ફિલ્મ છે.

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીનની ફિલ્મી સફર

જૅકલીન માટે સૌથી મહત્વની ફિલ્મ છે કિક, કારણ કે સલમાન ખાન સાથે આ તેમની પ્રથમ ફિલ્મ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X