Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દીકરી અંતરાએ ઠુકરાવ્યાં, સલમાને આપ્યો સહારો

Salman-Antara
મુંબઈ, 17 જાન્યુઆરી : સાંભળ્યુ હતું કે જ્યારે પ્રસિદ્ધિ અને સફળતા આપનો સાથ છોડી દે, તો ધીમે-ધીમે પોતાનાઓ પણ આપની સાથેનો અંતર વધારી લે છે. કંઈક એવું થયું બૉલીવુડના જાણીતા ફોટોગ્રાફર જગદીશ માલી સાથે. જગદીશ માલી બૉલીવુડ અભિનેત્રી અંતરા માલીના પિતા છે, પરંતુ તે પહેલા તેઓ 1980-90ના દશકાના બૉલીવુડના જાણીતા ફોટોગ્રાફર હતાં. રેખા સહિત અનેક અભિનેત્રીઓને કૅમેરે કંડારનાર ફોટોગ્રાફીના જાદુગર જગદીશ માલી તાજેતરમાં રોડ ઉપર દયનીય હાલતમાં મળ્યાં. તેમની સ્મૃતિ પણ નબળી પડી ચુકી છે.

જ્યારે જગદીશ માલીની આ હાલત વિશે તેમના પુત્રી અંતરા માલીને જણાવવામાં આવી, તો તેમણે એમ કહી કિનારો કરી લીધો કે તેમને ખૂબ કામ છે. તેઓ તાજેતરમાં જ માતા બન્યાં છે. એટલે હાલ તેઓ કંઈ કરી શકશે નહીં. તેવામાં સલમાન ખાન જ જગદીશ માલી માટે જગદીશ બની આવ્યાં અને તેમની મદદ કરી. જગદીશ માલીને બૉલીવુડ અભિનેતા-મૉડેલ મિંક બરારે ત્યારે જોયું કે જ્યારે તેઓ ભિખારીઓને ધાબળાં વહેંચી રહ્યા હતાં.

જગદીશ માલી ઉપર નજર પડતાં જ મિંક તેમને ઓળખી ગયાં અને તેમને પોતાની સાથે એકબાજુએ લઈ આવ્યાં. મિંક સાથે તેમના ભાઈ પણ હતાં. તેમણે જગદીશ માલીને પુછ્યું કે તેઓ અહીં શું કરી રહ્યાં છે અને તેમને ક્યાં જવું છે? તો જગદીશે જણાવ્યું કે તેમને પોતાના સ્ટુડિયોએ જવું છે કે જેને તેઓ ક્યારના વેચી ચુક્યા છે. જગદીશ બીજા કોઈ પણ સવાલનો જવાબ ન આપી શક્યાં. તેઓ ભાંગી ગયા હતાં અને ખૂબ જ ઉદાસ દેખાતા હતાં. મિંકે સાઉથ મુંબઈ ખાતે રહેતાં તેમના પુત્રી અને અભિનેત્રી અંતરા માલીને કૉલ કર્યો, પરંતુ અંતરાએ આ અંગે કંઈ પણ મદદ કરવાનો ઇનકાર કર્યો. અંતરા માલીએ જણાવ્યું કે તેઓ તાજેતરમાં જ માતા બન્યાં છે અને તેમની પાસે સમય નથી.

મિંક બરારને હવે કોઈ રસ્તો ન સુઝ્યો અને તેમણે તરત જ સલમાન ખાનને કૉલ કર્યો. સલમાને તરત જ પોતાની ગાડીમાં કેટલાંક માણસો મોકલી જગદીશ માલીને પોતાના ઘરે તેડાવ્યાં અને તેમની મદદ કરી. જગદીશ માલીની આ હાલત જોઈ સલમાન પોતે પણ ખૂબ શૉક્ડ હતાં. તેમણે જગદીશ માટે ભોજન અને નવા કપડાંની વ્યવસ્થા કરી. આ રીતે સલમાન જગદીશ માલી માટે જગદીશ તરીકે મદદે આવ્યાં. આ સાથે જ તેમણે ફરી એક વાર સાબિત કર્યું કે તેઓ હકીકતમાં કેટલાં દરિયાદિલ છે અને કેમ તેઓ લાખો લોકોના દિલો પર રાજ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X