For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS સાથે તાલિબાનની તુલના કરવી જાવેદ અખ્તરને મોંઘી પડશે! માંગવામાં આવ્યુ 100 કરોડ રૂપિયાનુ વળતર

બૉલિવુડના ગીતકાર જાવેદ અખ્તરની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના ગીતકાર જાવેદ અખ્તરની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બિન્દાસપણે પોતાના વિચારો રજૂ કરતા જાવેદ અખ્તર સામે મુંબઈના એક વકીલે તેમના દ્વારા કથિત રીતે આરએસએસ સામે ખોટી અને માનહાનિકારક ટિપ્પણી કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે. એક અન્ય વકીલે ગુનાહિત માનહાનિ શરુ કરવાની ફરિયાદ નોંધાવીને 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

javed akhtar

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સામે કથિત રીતે ખોટી અને માનહાનિકારક ટિપ્પણી કરવા માટે એખ વકીલે બૉલિવુડ ગીતકાર જાવેદ અખ્તરને કાનૂની નોટિસ મોકલી છે. વકીલ અને આરએસએસ કાર્યકર્તા ધૃતિમાન જોશીએ જાવેદ અખ્તર સામે ગુનાહિત માનહાનિ શરૂ કરવાની ફરિયાદ સાથે કુર્લા મેજિસ્ટ્રેટ અદાલતનો દરવાજો ખખડાવ્યો છે.
જોશીના જણાવ્યા મુજબ 4 સપ્ટેમ્બરે તેમણે એક સમાચાર કાર્યક્રમ જોયો જેમાં જાવેદ અખ્તરે તાલિબાન અને હિંદુ સંગઠનો વચ્ચે હિંદુ કારણ માટે કામ કરતા બધા સંગઠનોને બદનામ કરવા માટે સમાનતા બતાવી.

જોશીએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે, 'જાવેદ અખ્તરે દાવો કર્યો કે આરએસએસ એક એવુ કેન્સર બની ગયુ છે જે સમાજમાં ફેલાઈ ગયુ છે.' તેમણે કહ્યુ કે જાવેદ અખ્તરના નિવેદન સુનિયોજિત અને સુવિચારિત હતા જે આરએસએસને બદનામ કરવા માટે અને એ લોકોને હતોત્સાહિત કરવા, અપમાનિત કરવા અને ગુમરાહ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા જે આરએસએસમાં શામેલ થઈ ગયા છે અથવા શામેલ થવા માંગે છે. જોશીએ આરોપ લગાવ્યો કે અખ્તરે કોઈ પુરાવા વિના પોતાના વિચાર વ્યક્ત કર્યા અને એ જાણ્યા બાદ પણ દેશની સર્વોચ્ચ લોકતાંત્રિક રીતે ચૂંટેલા પદાધિકારી, જેવા કે વર્તમાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ભારતમાં ઘણા કેબિનેટ મંત્રી આરએસએસના સમર્થક અને સભ્ય રહ્યા છે.

જોશીએ કહ્યુ કે આરોપી એ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા કે આરએસએસના એક સભ્ય કે સમર્થકે પણ તાલિબાનની જેમ કામ કર્યુ છે અને એક રાજ્ય કે દેશને અલોકતાંત્રિક રીતે પોતાના કબ્જામાં લઈ લીધુ છે. જોશીનીઆ અરજી પર 30 ઓક્ટોબરના રોજ કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થશે. જોશી ઉપરાંત મુંબઈના એક વકીલ અને આરએસએસ કાર્યકર્તાએ બુધવારે જાવેદ અખ્તરને કથિત રીતે આરએસએસ સામે ખોટી અને માનહાનિકારક ટિપ્પણી કરવા માટે કાનૂની નોટિસ મોકલી અને તેમને માફી માંગવાની માંગ કરી.

વકીલ સંતોષ દુબેએ કહ્યુ કે જાવેદ અખ્તરના ઈન્ટરવ્યુએ આરએસએસની છબી અને સમ્માનને નુકશાન પહોંચાડ્યુ છે. તેમની ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે જાવેદ અખ્તર આરએસએસ અને તેના સ્વયંસેવકોને બદનામ કરવામાં નિષ્ફળ રહ્યા છે. દુબેએ કહ્યુ કે જો તે કોઈ શરત વિના માફી માંગવામાં નિષ્ફળ રહ્યા અને નોટિસ મળ્યાના સાત દિવસની અંદર પોતાના બધા નિવેનદ પાછા નહિ લે તો તે અખ્તર સામે 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરીને એક ગુનાહિત કેસ નોંધાવશે.

English summary
Javed Akhtar's troubles increased, Rs 100 crore compensation were demanded.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X