Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દીકરા મીજાન અને નવ્યા નવેલીના અફેર વિશે પહેલી વાર બોલ્યા જાવેદ જાફરી!

જાવેદ જાફરીના દીકરા મીજાન જાફરી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા વિશે ઘણા સમાચાર સામે આવતા રહે છે. હાલમાં જાવેદ જાફરીનુ એક રિએક્શન સામે આવ્યુ છે.

અભિનેતા જાવેદ જાફરીના દીકરા મીજાન જાફરી અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા વિશે ઘણા સમાચાર સામે આવતા રહે છે. ઘણા રિપોર્ટ્સમાં એ વિશે દાવો કરવામાં આવ્યો છે કે આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ બંનેના ફોટા પણ પાર્ટીઝમાં સામે આવ્યા છે. પરંતુ હવે આ બંનેના રિલેશન વિશે અભિનેતા જાવેદ જાફરીનુ એક રિએક્શન સામે આવ્યુ છે. જાવેદ જાફરીએ ખુલાસો કરીને જણાવ્યુ છે કે આ બંને માત્ર સારા દોસ્ત છે.

જાવેદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ છે કે તેમની દીકરી અને નવ્યા નંદા સ્કૂલ સમયના દોસ્ત છે અને બંને સાથે ભણતા હતા. નવ્યા અને મીજાન પણ ઘણા સારા દોસ્ત છે. આ બંને વચ્ચે જે સમાચારો ચાલી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે અને અફવા છે. એક વાત એકદમ સ્પષ્ટ છે કે બંને વચ્ચે અફેર જેવુ કંઈ નથી. જાવેદ જાફરીનુ આ નિવેદન ઘણુ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે.

લગ્ન કરવા માંગે છે

લગ્ન કરવા માંગે છે

થોડા સમય પહેલા મીજાને એક ક્વિઝ દરમિયાન કહ્યુ હતુ કે..તે નવ્યા નવેલી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારબાદ ઘણી બધી વાતો થઈ હતી અને આ લોકો ફરીથી ચર્ચામાં આવી ગયા હતા.

ફિલ્મ મલાલ

ફિલ્મ મલાલ

વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેતા મીજાન જાફરીએ ફિલ્મ મલાલથી પોતાના બૉલિવુડ કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

આગામી ફિલ્મની રાહ

આગામી ફિલ્મની રાહ

ફેન્સ ઘણા સમયથી મીજાનની આગલી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. નવ્યા નવેલી નંદા ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર છે પરંતુ ઘણી વાર મીજાન સાથે ચિલ કરતી જોવા મળે છે. મીજાનના પિતા જાવેદ જાફરીની વાત કરીએ તો તેમણે દીકરાના રિલેશનશિપ વિશે પહેલી વાર આવી વાત કરી છે.

આ છે એ પાર્ટી ફોટો

આ છે એ પાર્ટી ફોટો

આ ફોટો સામે આવ્યા બાદ મીજાન અને નવ્યાના અફેરના સમાચારો સામે આવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X