Pics : અમિતાભને કૅંસરના સવાલે રોષે ભરાયાં જયા બચ્ચન!

મુંબઈ, 8 મે : અમિતાભ બચ્ચન કે જેમને તેમના પત્ની જયા બચ્ચન ભગવાનની જેમ જ પૂજે છે અને સવાર-સાંજ તેમની સલામતીની દુઆ કરે છે, તેમને જ કોઈ પૂછી નાંખે કે શું અમિતાભને કૅંસર છે, તો પછી તેમના પ્રત્યાઘાત કેવા હોય? જયા બચ્ચને એવા જ પ્રત્યાઘાત આપ્યાં કે જેવા કોઈ પણ ભારતીય નારી પોતાના પતિના સ્વાસ્થ્ય અંગે કંઈ પણ ઉલઝુલુલ બોલનારાઓને આપે.

જયા બચ્ચને કૉલર પકડતા જણાવ્યું કે આપ લોકો કંઈ પણ બોલો છો. જરા બોલતા પહેલા વિચારી લીધા કરો. જયાએ જણાવ્યું કે આગળથી આ પ્રકારની વ્યર્થ વાતો કરતા પહેલા દસ વાર વિચારી લેજો. જયા બચ્ચન મીડિયા સામે અગાઉ પણ અનેક વખત પોતાની નારાજગી કરતા દેખાયાં છે. ક્યારેક તેમના વહુને કોઈ ઐશ કહે, તો જયા તેમને ટોકી દે છે. તેવામાં પોતાના પતિ વિશે આ પ્રકારની વાતો એ કઈ રીતે સહન કરી શકે.

આપને જણાવી દઇએ કે આ સવાલ ત્યારે ઊભો થયો જ્યારે છેલ્લા કેટલાંક દિવસથી અમિતાભ બચ્ચન દ્વારા ડૉ. જયંત બર્વેના ક્લિનિકમાં ચક્કર લગાવવા અંગેના સમાચારો વહેતા થયાં. કેટલાંક સૂત્રોએ ઉમેર્યુ હતું કે અમિતાભ બચ્ચન ઇંટેસ્ટાઇન એલમેંટથી પીડિત છે. આ સવાલ જ્યારે જયા બચ્ચન સામે ઉઠાવવામાં આવ્યો, ત્યારે જયા બચ્ચન આ સવાલ સાંભળીને માત્ર આશ્ચર્યમાં જ નહીં મૂકાઈ ગયાં, પણ ક્રોધે પણ ભરાઈ ગયાં.

જયા બચ્ચનનો આ ગુસ્સો ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચિંગ પ્રસંગે ફૂટ્યો. જુઓ તસવીરો :

ઍમી બિલીમોરા

ઍમી બિલીમોરા

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે ઍમી બિલીમોરા.

આરતી-અનીસા

આરતી-અનીસા

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે આરતી સુરેન્દ્રનાથ તથા અનીસા.

જયા બચ્ચન

જયા બચ્ચન

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે અમિતાભને કૅંસર અંગેના સવાલે ભડક્યાં જયા બચ્ચન.

દેરાણી-જેઠાણી

દેરાણી-જેઠાણી

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે જયા બચ્ચન સાથે તેમના દેરાણી રમોલા અજિતાભ બચ્ચન પણ હાજર હતાં.

રાગિણી ખન્ના

રાગિણી ખન્ના

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે રાગિણી ખન્ના.

પાયલ રોહતગી

પાયલ રોહતગી

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે પાયલ રોહતગી.

કુણાલ કપૂર

કુણાલ કપૂર

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે કુણાલ કપૂર પણ પોતાની બહેન સાથે હાજર રહ્યા હતાં. કુણાલ કપૂર અજિતાભ-રમોલાના ભાવિ જમાઈ છે.

કબીર સદાનંદ

કબીર સદાનંદ

ડીવીએઆર લક્ઝરી મલ્ટી-ડિઝાઇનર સ્ટોર લૉન્ચ પ્રસંગે કબીર સદાનંદ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X