For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમેરા જોઈ ફોટા પડાવવાની જિદ કરવા લાગ્યો જેહ અલી ખાન, રસ્તા પર બેસી ગયો, જુઓ મસ્ત વાયરલ Video

નાનો જેહ અલી ખાન, ફોટો પડાવવા માટે એટલો આતુર દેખાતો હતો કે તેની સંભાળ રાખનાર નેની તેને ખેંચીને અંદર લઈ ગઈ હતી અને જેહ પણ પોતાને છોડાવતો જોવા મળ્યો હતો.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કહેવાય છે કે માતા-પિતાનો પ્રભાવ બાળકો પર આવે જ છે. કરીના કપૂર ખાનનો નાનો નવાબ જેહ અલી ખાન પૂરેપૂરો તેની મમ્મી પર ગયો છે. જેહ પણ કરીના કપૂર ખાનની જેમ પાપારાઝીના પ્રેમમાં છે. તેનો ફોટા પડાવવા માટેનો આ પ્રેમ હાલમાં દેખાયો. જેહ તેના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે બિલ્ડિંગની બહાર ઘણા બધા પાપારાઝી જોયા. બસ, પછી શું, નાનો જેહ અલી ખાન, ફોટો પડાવવા માટે એટલો આતુર દેખાતો હતો કે તેની સંભાળ રાખનાર નેની તેને ખેંચીને અંદર લઈ ગઈ હતી અને જેહ પણ પોતાને છોડાવતો જોવા મળ્યો હતો. જેહનો આ વીડિયો પાપારાઝી વાયરલ ભાયાણીએ શેર કર્યો છે.

ફોટા પડાવવા માટે રસ્તા પર બેસી ગયો જેહ

ફોટા પડાવવા માટે રસ્તા પર બેસી ગયો જેહ

અંતે જ્યારે જેહને કોઈ વિચાર ન આવ્યો ત્યારે તે ત્યાં જમીન પર બેસી ગયો અને કેમેરા તરફ જોવા લાગ્યો. આ પછી તેની નેનીએ તેને બળજબરીથી તેડીને ત્યાંથી લઈ જવો પડ્યો.

તૈમૂર ભૈયા સાથે મસ્તી

તૈમૂર ભૈયા સાથે મસ્તી

નોંધનીય છે કે જેહ અલી ખાનનો મોટો ભાઈ તૈમુર અલી ખાન ઘણીવાર તેની સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. તૈમૂર અલી ખાન તેના મિત્રોની સામે તેના નાના ભાઈને show off કરતો રહે છે અને તેના મિત્રોની સામે તેના નાના ભાઈ સાથે રમતો રહે છે.

મળે છે બધાનો પ્રેમ

મળે છે બધાનો પ્રેમ

જેહ અલી ખાન ઘરમાં સૌથી નાનો હોવાથી તેને દરેકનો પ્રેમ મળે છે. જેહને સોહા અલી ખાનની પુત્રી ઇનાયા તરફથી પણ ઘણો પ્રેમ મળે છે. જેહની પહેલી રાખી પર ઇનાયા દીદી સાથેની તેની સુંદર તસવીર.

પરિવાર સાથે ફેમિલી ફોટો

પરિવાર સાથે ફેમિલી ફોટો

આ તસવીર શેર કરતા કરીના કપૂર ખાને લખ્યુ કે લગ્ન દરમિયાન તે એક પરફેક્ટ ફેમિલી પિક્ચર પણ મેળવી શકી નહિ કારણ કે જેહ અલી ખાન આમ-તેમ જોતો રહ્યો.

મામૂના લગ્નમાં જાનૈયો

મામૂના લગ્નમાં જાનૈયો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં જેહ અલી ખાન સૌથી નાની વયનો જાનૈયો હતો. કરીના કપૂર ખાનની તેની સાથેની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

ભાઈ-બહેન સાથે ફોટો

ભાઈ-બહેન સાથે ફોટો

જેહ અલી ખાનની તેની દીદી અને ભૈયા સાથેની પ્રથમ તસવીર. તૈમૂર, જેહ, સારા અને ઈબ્રાહિમ સૈફ અલી ખાન સાથે વેકેશન માટે ગયા હતા.

ભાઈથી એકદમ ઉલટો

ભાઈથી એકદમ ઉલટો

જ્યારે જેહ અલી ખાન પાપારાઝીને પસંદ કરે છે, ત્યારે તૈમૂર અલી ખાનને કેમેરા વધુ પસંદ નથી અને તે ઘણીવાર કેમેરાને ચીડવતો જોવા મળે છે. જેહ અલી ખાનનો નવો વીડિયો અહીં જુઓ.

English summary
Kareena Kapoor Khan's son Jeh Ali Khan sat down on the road and refused to leave without getting clicked by the media. See viral video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X