મનોજ કુમાર બાદ જેનિફર બગડ્યાં શાહરુખ ઉપર
મુંબઈ, 4 એપ્રિલ : લાગે છે કે શાહરુખ ખાન અને વિવાદ એક-બીજાના પૂરક થઈ ગયાં છે. એટલે જ તો વિવાદો કિંગ ખાનનો પીછો નથી છોડી રહ્યાં. મનોજ કુમાર બાદ હવે હૉલીવુડની મોટી હસ્તી જેનિફર લોપેઝે શાહરુખ ખાન સામે તેમની ઈમેજ બગાડવાનો આરોપ મૂક્યો છે.

આઈપીએલ 6ના ઉદ્ઘાટન સમારંભમાં જેનિફરને પરફૉર્મ કરવા માટે બોલાવાય હતાં, પરંતુ તેમણે પોતાના પરફૉર્મંસ માટે કેટલીક શરતો મૂકી હતી. આ શરતો આયોજકોએ અસ્વીકાર કરી તેમને ન બોલવવાનું વિચાર્યું. આ અંગેની માહિતી માત્ર આયોજકો અને રેડ ચિલીઝ કમ્પનીને જ હતી. રેડ ચિલીઝ કમ્પની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના માલિક શાહરુખ ખાનની છે, પરંતુ આ તમામ વાતો મીડિયામાં લીક થઈ જતાં જેનિફર લોપેઝ ભડકી ઉઠ્યાં છે અને તેમણે દોષનો ટોપલો શાહરુખ ખાન ઉપર ઢોળી દીધો છે.
જોકે રેડ ચિલીઝ આ અંગે સ્પષ્ટીકરણ કરી ચુક્યું છે, પરંતુ છતાં જેનિફરે શાહરુખ ઉપર ગુસ્સો ઉતાર્યો છે. બીજી બાજુ શાહરુખ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
નોંધનીય છે કે જેનિફર લોપેઝથી પહેલા મનોજ કુમારે શાહરુખ ખાન ઉપર કેસ ઠોક્યો છે. મનોજ કુમારે ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તેમની મજાક ઉડાવવા બદલ શાહરુખ વિરુદ્ધ મંગળવારે બદનક્શી અને વિશ્વાસઘાતનો કેસ કર્યો છે.












Click it and Unblock the Notifications
