ઝલક દિખલા જાના મંચ પર ઝૂમી કરીના-માધુરી
મુંબઈ, 17 સપ્ટેમ્બર : કલર્સનો ધમાકેદાર શો ઝલક દિખલા જા હાલ સમ્પૂર્ણ પરાકાષ્ઠાએ છે. તેથી દરેક સ્ટાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે આ શોમાં જરૂર આવે છે. ગયા અઠવાડિએ રિલીઝ થયેલી ફિલ્મ બર્ફીના પ્રમોશન માટે જ્યાં શનિવારે પ્રિયંકા-રણબીર આ શોમાં દેખાય હતાં, ત્યાં રવિવારે હીરોઇન કરીના કપૂર આ શોમાં પ્રમોશન માટે પહોંચી.

ગ્રીન કલરના સલવાર સૂટમાં કોઈ કયામતથી ઓછી ન લાગતી હતી કરીના કપૂર. તેણે શોમાં પહોંચતા ચાર ચાંદ લગાવી દીધા હતાં. માધુરી દીક્ષિત પણ ત્યાં મોજૂદ હતી.
હીરોઇન ઉપરાંત કરીનાએ પોતાના દિલની વાતો પણ ઝલકના સેટ ઉપર શેર કરી અને જણાવ્યુ હતું કે તેને ખુશી છે કે તે આજે આ મંચ ઉપર પોતાના બાળપણની પસંદગ માધુરી દીક્ષિતને મળી રહી છે. કરીનાએ જણાવ્યુ હતું કે તે માધુરીની ફિલ્મો બાળપણથી જોતી આવ છે. તેની હૃદયપૂર્વક ઇચ્છા હતી કે તે ક્યારેક માધુરી સાથે ડાંસ કરે. તેને માધુરીની દરેક અદા બહુ સારી લાગતી હતી. તે વિચારતી હતી કે તે પણ એક દિવસ માધુરીની જેમ ડાંસ કરશે.
આ પછી કરીનાના કહેવા પર માધુરી ડાંસ પ્લોર ઉપર આવી અને તેણે માધુરી સાથે ફિલ્મ રાજાનું હિટ ગીત નજરેં મિલીં દિલ ધડકા... ઉપર ડાંસ કર્યું. બૉલીવુડની બે હસીનાઓને એક સાથે ડાંસ કરતાં જોઈ બધા દર્શકો મદહોશ થઈ ગયાં.
ફિલ્મ હીરોઇન 21મી સપ્ટેમ્બરે પડદા ઉપર પહોંચી રહી છે. ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે. ફિલ્મમાં કરીના સાથે અર્જુન રામપાલ પણ છે.












Click it and Unblock the Notifications
