For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરજે મારી દીકરીનો યૂઝ કર્યો : જિયાના માતાનો આરોપ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 જૂન : જિયા ખાનના માતાનું કહેવું છે કે સૂરજ પંચોલી જ તેમની દીકરીના મોત માટે જવાબદાર છે. જિયા ખાન દ્વારા લખાયેલ 6 પાનાના સુસાઇડ લેટર પણ આ જ બાબતની ગવાહી આપે છે કે સૂરજ પંચોલીના દગાએ જિયા ખાનને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. જિયા ખાન સૂરજ દ્વારા સગર્ભા પણ થયા હતાં અને પછી તેમણે ગર્ભપાત કરાવ્યુ હતું. પરંતુ આમ છતાં જિયા ખાન સૂરજ પંચોલી ઉપર આંખ બંધ કરી ભરોસો કરતા રહ્યાં.

jiah-rabia

જિયા ખાનના માતા રાબિયા ખાન ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજર હતાં. પોલીસે ગઈકાલે રાત્રે જ આદિત્ય પંચોલીના આ પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી. રાબિયા ખાને સોમવાર રાત્રે સૂરજ પંચોલી સામે કેસ નોંધાવ્યો હતો અને પછી પોલીસે તેમની ધરપકડ કરી.

રાબિયા ખાને ગઈકાલે પોતાના ઘરે પહોંચેલ મીડિયાના લોકો સામે રડતા અવાજે જણાવ્યું કે સૂરજ પંચોલીએ જિયા ખાનનો યૂઝ કર્ય છે. જિયા ખાનના મોત માટે સૂરજ પંચોલી જ જવાબદાર છે. જિયા ખાન કે જેઓ બૉલીવુડમાં માત્ર ત્રણ ફિલ્મો જ કરી શક્યાં, તેમના માતાએ એમ પણ જણાવ્યું કે સૂરજ પંચોલીને સજા મળે, તો જ જિયા ખાન સાથે ન્યાય થશે.

English summary
Jiah Khan's boyfriend Suraj Pancholi, who is the son of Aditya Pancholi , has been arrested by Mumbai Police in connection with Jiah's suicide. In her suicide note Jiah had mentioned that Suraj has raped and abused her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X