Pics : જિયા બોલ્યા હતાં ‘જસ્ટ વેટ એન્ડ વૉચ...’
મુંબઈ, 4 જૂન : નિશબ્દ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પોતાની ફિલ્મી ઇનિંગ શરૂ કરનાર અભિનેત્રી જિયા ખાને હજી આઠ માસ પહેલાં બોલ્યા હતાં કે તેમણે મોટા બૅનરની ત્રણ ફિલ્મો સાઇન કરી છે. તેમણે ફિલ્મોના નામ-ઠાણ પૂછતાં માત્ર એટલું જ કહ્યુ હતું - જસ્ટવેટ એન્ડ વૉચ.
જિયા ખાન આજે આપણી વચ્ચે નથી, પરંતુ ગત ઑક્ટોબરમાં બ્રાઇડલ એશિયા શો અંગેની પ્રેસ કૉન્ફરંસમાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે ત્રણ મોટા બૅનરની ફિલ્મો સાઇન કરી છે, પરંતુ તેમણે ખુલાસો ન કર્યો હતો કે આ ત્રણે ફિલ્મો કયા બૅનર હેઠળની છે અને કોણ બનાવી રહ્યું છે, પરંતુ માત્ર એટલું જ જણાવ્યું હતું કે જસ્ટ વેટ એન્ડ વૉચ.
રામ ગોપાલ વર્મા અને અમિતાભ બચ્ચન જેવા મહારથીઓ સાથે કૅરિયર શરૂ કરનાર જિયા ખાને સફળતા માટે ધમપછાડા કર્યાં, પરંતુ તેમને સફળતા ન મળી તે ન જ મળી. તેમણે આમિર ખાનનો હાથ પણ સફળતા માટે પકડ્યો, પરંતુ અફસોસ કે અપેક્ષિત સફળતા મળી નહિં. તેને પગલે છેલ્લા પાંચ વર્ષોમાં જિયા ત્યાંને ત્યાં જ ઊભી હતી કે જ્યાંથી તે ચાલ્યા હતાં.
આવો જોઇએ જિયા ખાનની બૉલીવુડમાં વિતાવેલી કેટલીક ક્ષણોની તસવીરી ઝલક.

નિશબ્દ
જિયા ખાનની પ્રથમ ફિલ્મ નિશબ્દ હતી. તેમાં તેમના હીરો અમિતાભ બચ્ચન હતાં.

નિશબ્દ
રામ ગોપાલ વર્માની નિશબ્દ ફિલ્મમાં જિયા ખાને ખૂબ જ બોલ્ડ રોલ કર્યો હતો.

ગઝની
જિયા ખાનની બીજી ફિલ્મ આમિર ખાન સાથે ગઝની હતી.

ગઝની
ગઝની ફિલ્મ સફલ રહી હતી અને તેની સક્સેસ પાર્ટીમાં આમિર ખાને જિયાનું મોડું ગળ્યું કરાવ્યુ હતું.

ગઝની
ગઝની ફિલ્મની સક્સેસ પાર્ટીમાં અસીન સાથે જિયા ખાન.

હાઉસફુલ
જિયા ખાન છેલ્લે 2010માં આવેલી હાઉસફુલ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે દેખાયા હતાં.

હાઉસફુલ
મલ્ટીસ્ટારર હાઉસફુલ ફિલ્મ સફળ તો થઈ, પરંતુ જિયા ખાનને ફાળે કોઈ શ્રેય ન ગયો.












Click it and Unblock the Notifications
