Pics : ડેટિંગ-લગ્ન કરતાં-કરતાં દુનિયા છોડી ગયાં જિયા

મુંબઈ, 5 જૂન : વીતેલી કાલ સાબિત થઈ ચુકેલા સેક્સી અભિનેત્રી જિયા ખાને મોતનું શરણુ કેમ લીધું? આ અંગે હર કોઈ જાણવા બેચેન છે, પણ તેનો જવાબ કદાચ કોઈની પાસે નથી.

જિયા ખાન આત્મહત્યા કેસમાં પુનઃ એક વાતનો ખુલાસો થયો છે કે જિયા ખાન પણ કોઈની મહોબ્બતમાં કેદ હતાં. તેને પામવા તેઓ કોઈ પણ હદે જઈ શકતા હતાં, પરંતુ નિષ્ફળતામાં તેઓ કૅરિયર પામી શક્યાં નહીં અને પ્રેમ પણ નહિં. અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથે છેલ્લા એક વરસથી ડેટિંગ કરનાર જિયાને કદાચ પોતાના પ્રેમ ઉપર શંકા થઈ આવી હતી. તેમને લાગતુ હતું કે સૂરજ તેમનો નહિં, પણ કોઇક બીજી સ્ત્રીનો છે કે જેનું નીલૂ ચર્ચાઈ રહ્યું છે. તેથી જ જિયા ખાને દુઃખ અને ડિપ્રેશનમાં જઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી.

નીલૂ કોણ છે? તેનો સૂરજ સાથે શો સમ્બંધ છે. આ અંગે અત્યાર સુધી કંઈ જાણી શકાયું નથી, પણ એટલું નક્કી છે કે કૅરિયર અને ઇશ્કની નિષ્ફળતાથી ગભરાયેલા જિયા ખાને ઝિંદગી કરતાં મોત ઉપર વધુ ભરોસો મૂક્યો અને તેથી જિયા ખાન મોતના શરણે થઈ ગયાં.

આપને એ જાણીને આશ્ચર્ય થશે કે જિયાના લગ્નના સમાચારે પણ થોડાંક દિવસ અગાઉ મીડિયામાં ચકચાર જગાવી હતી. કહેવાતુ હતું કે જિયા ખાન વિદેશમાં પોતાના કરતાં 15 વરસ મોટા યુવાન સાથે પરણી ગયાં છે, પરંતુ આ એક રહસ્ય જ રહ્યું. જોકે એટલું નક્કી છે કે જિયાના મનમાં ક્યાંકને ક્યાંક ઇશ્ક એ લગ્ન સંબંધ કંઇક ચાલતુ હતું, નહિંતર આ બાબતોનો ઉલ્લેખ જ કેમ થાત?

નોંધનીય છે કે જિયા ખાને સોમવારે રાત્રે પોતાના ઘરે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે સૂરજ પંચોલીની લાંબી પૂછપરછ કરી છે, પણ હવે તેનો કોઈ મતલબ નથી. બીજી બાજુ જિયા ખાનની પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ જિયાનું મોત ગુંગળામણથી થયું છે. આ બનાવ પછી તેમના માતા અને બહેન સદમામાં છે. જિયા ખાનની અંતિમ યાત્રા નિકળી ચુકી છે અને હવે તેઓ સુપુર્દ-એ-ખાક થવા તરફ અગ્રેસર થઈ ચુક્યાં છે.

નાનકડી જિયા

નાનકડી જિયા

આ નાનકડી જિયાને જોઈ કોણ કહેશે કે તે એક દિવસ આમ વગર કોઈને કહ્યે દુનિયામાંથી જતી રહેશે.

બાળક સાથે જિયા

બાળક સાથે જિયા

જિયા ખૂબ જ ઇમોશનલ અને ગંભીર છોકરી હતી. તે શરુઆતથી દરેક વસ્તુને ગંભીરતાથી લેતી, પણ કદાચ ઝિંદગી કદાચ તેને વધુ જ ગંભીર લાગી.

ક્રિકેટ પ્રેમી

ક્રિકેટ પ્રેમી

ક્રિકેટના મેદાનની બહાર જિયા ખાન. જિયાને ક્રિકેટનો પણ ખૂબ શોખ હતો.

હસતા જિયા

હસતા જિયા

જિયા ખૂબ જ ખુશમિજાજ પણ હતાં, પરંતુ કોણ જાણે કેમ તેમણે આ રીતે મોતને ગલે લગાડ્યાં.

રૅમ્પ ઉપર જિયા

રૅમ્પ ઉપર જિયા

મૉડેલ જિયા ખાન કે જેની ચાલમાં એક જુદો જ નશો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X