જિયા ખાન : પ્રેમીના દગાએ કર્યો આત્મહત્યા માટે મજબૂર

મુંબઈ, 10 જૂન : બૉલીવુડ તેવા સવાલોના જવાબો શોધી રહ્યું છે કે જેના કારણે 25 વર્ષીય જિયા ખાને મોતને ગળે લગાડી. જિયા ખાનના ઘરેથી એક છ પાનાની નોટ મળી છે કે જેમાં લખેલ એક-એક શબ્દથી જાહેર થાય છે કે જિયાને જેટલો પોતાના કૅરિયર બગડવાનો આઘાત નહોતા, તેનાં કરતા વધુ દર્દ તેમને પ્રેમમાં મળેલ દગાનો હતો.

jiah-suicidenote

સુસાઇડ નોટના જણાવ્યા મુજબ જિયા ખાન કોઈના પ્રેમમાં કેદ હતાં. જિયા તે વ્યક્તિ સાથે બેહદ મહોબ્બત કરતા હતાં. જિયાએ પોતાના પ્રેમી માટે પોતાનું બધું ન્યોછાવર કરી દીધુ હતું. નોટ મુજબ તો જિયા તેના બાળકના માતા સુદ્ધા બનનાર હતાં, પરંતુ પોતાના પ્રેમીના કહેવા પર તેમણે ગર્ભપાત પણ કરાવી લીધુ હતું કે જેનાથી જિયાનું આત્મસન્માન ઘવાયુ હતું અને આત્મવિશ્વાસ ભાંગ્યુ હતું. જોકે સુસાઇડ નોટમાં ક્યાંય પણ પ્રેમીનું નામ નથી લખ્યું, પણ જોવા જઇએ તો જિયાના પ્રેમી તરીકે અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી જ નજરે પડે છે.

જિયાના ઘરના સભ્યોને આ સુસાઇડ નોટ ઘરની સાફ-સફાઈ દરમિયાન મળીહતી. તેમણે આ નોટ પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટમાં રાઇટિંગ જિયાની છે કે કેમ? જોકે જિયાના અંતિમ સંસ્કાર બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ પંચોલી સામે આરોપ મૂક્યો હતો કે તેણે મારા પુત્રી સાથે દગો કર્યો. મારી પુત્રી માસૂમ હતી. સૂરજે તેનો ભરોસો તોડ્યો.

નોંધનીય છે કે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીની પૂછપરછ પણ થઈ ચુકી છે. જિયા ખાને ગત 3જી જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. પહેલા તો એમ કહેવાયું કે જિયા ખાન પોતાના કૅરિયર અંગે ડિપ્રેશનમાંહતાં, પરંતુ પછીથી જિયાના પ્રેમ સંબંધોની વાતો સામે આવી હતી અને હવે સુસાઇડ નોટ ઉપરથી ઘણું બધું સ્પષ્ટ થતું જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X