Pics : બ્લૅકબેરી ઝેડ-10થી કંટાળી ગયા હતાં જિયા!

મુંબઈ, 4 જૂન : સોમવારે રાત્રે આત્મહત્યા કરનાર જિયા ખાન અંગે અનેક વાતો સામે આવી રહી છે. તેમાંની એક એ છે કે જિયા ખાન પોતાના બ્લૅકબેરી ફોનથી હેરાન હતાં. ગત 19મી માર્ચે જ તેમણે બ્લૅકબેરીનું લેટેસ્ટ મૉડલ ઝેડ-10 ખરીદ્યુ હતું. ફોન ખરીદ્યાને થોડાંક જ સમય બાદ જિયા ખાન તેના કૉમ્પ્લીકેટેડ ઑપરેશન્સથી હેરાન થઈ ગયા હતાં. આ બાબતનો ખુલાસો જિયાના ટ્વિટર ઍકાઉંટથી થયો છે.

જિયાએ 19મી માર્ચે જ પોતાના આ ફોનથી ટ્વિટ કર્યુ હતું - બ્લૅકબેરી ઝેડ-10 વાપરવું સરળ નથી. હું પોતાના કી-બોર્ડને મિસ કરી રહી છું. નોંધનીય છે કે બ્લૅકબેરી ઝેડ-10 ટચ સ્ક્રીન ફોન છે અને તેના પહેલા જિયા કી-પૅડ ધરાવતું મૉડલ યૂઝ કરતા હતાં. છ દિવસ બાદ એટલે કે 25મી માર્ચે જિયા ખાને ફોન અંગે પુનઃ ટ્વિટ કર્યું - હું પોતાના ફોનથી નફરત કરુ છું. તે જ દિવસે કરાયેલ વધુ બે ટ્વિટ્સમાં પણ ફોન અંગેની જ વાતો હતી. પ્રથમ ટ્વિટમાં બ્લૅકબેરીને ચેતવણી અને સલાહ આપવામાં આવી કે હું આ ફોનના પગલે યોગ્ય રીતે ટ્વિટ નથી કરી શકતી. કંપનીએ તેમાં સુધારો કરવો જોઇએ. પછી જિયાએ કાયદેસર જાહેર કર્યું કે બ્લૅકબેરી ઝેડ-10 અત્યાર સુધીનો સૌથી ભંગાર ફોન છે.

જિયા ખાને 20મી એપ્રિલે પુનઃ ફોનને ભાંડતાં ટ્વિટ કર્યું - આ મહાન બ્લૅકબેરીના પગલે અનેક ટ્વિટ આપમેળે જ પોસ્ટ થઈ ગયાં છે. જિયાએ આ ટ્વિટ એટલા માટે કર્યુ હતું, કારણ કે તેમના છેલ્લે બે ટ્વિટમાં માત્ર ઇંગ્લિશ લેટર પી પોસ્ટ થયુહતું અને બીજામાં ઇંગ્લિશ વર્ડ વર. તે પછી જિયા ખાને વધુ એક ટ્વિટ કર્યું કે ફોન ખરીદ્યને મહીના બાદ જ તેમણે ફોન તોડી નાંખ્યો હતો.

જિયા ખાનનું છેલ્લું ટ્વીટ

જિયા ખાનનું છેલ્લું ટ્વીટ

જિયા ખાને 24મી મેના રોજ કરેલ પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યુ હતું - મને માફ કરશો. હું ટ્વિટર ઉપર ઘણા સમયથી નહોતી. મેં થોડાક વખતનો બ્રેકલીધો હતો. ક્યારેક-ક્યારેક તમારે થોડોક આરામ લેવો પડે છે પોતાના વિચારો સમેટવા માટે.

જ્યારે જિયાએ ફોન ખરીદ્યો

જ્યારે જિયાએ ફોન ખરીદ્યો

આ છે જિયાનું 19મી માર્ચનું ટ્વિટ કેજ્યારે તેઓ પોતાના મોબાઇલ ફોન અંગે હેરાન હતાં.

ફોન પ્રત્યે આટલી નફરત

ફોન પ્રત્યે આટલી નફરત

જિયા ખાનને ધીમે-ધીમે ફોનથી એટલી નફરત થઈ ગઈ કે તેમણે પોતાનો ગુસ્સો ટ્વિટર ઉપર જાહેર કરી નાંખ્યો.

ખૂબ જ ખરાબ ફોન

ખૂબ જ ખરાબ ફોન

ટ્વિટર પર સતત જિયા પોતાના ફોન વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યાં. સ્પષ્ટ છે કે તેઓ ખૂબ જ કંટાળી ગયા હતાં.

જ્યારે ફોન તૂટી ગયો

જ્યારે ફોન તૂટી ગયો

જ્યારે મોબાઇલ ફોન તૂટી ગયો, તો જિયાએ ટ્વિટ કર્યું અને બ્લૅકબેરીને વધુ એક વાર ભાંડ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X