જિયા ખાનની આત્મહત્યા પર બનશે ફિલ્મ!

એક સમાચાર પત્રના જણાવ્યા અનુસાર એક ફાઇવ સ્ટાર હોટલમાં 'બોલ્ડ બૉલીવુડ' નામની એક ફિલ્મનું મુહૂર્ત કર્યું હતું. આ ફિલ્મમાં બૉલીવુડમાં કેરિયર બનાવવા માટે મુંબઇ આવનાર ત્રણ છોકરીઓની કહાણી હશે. ફિલ્મમામં હૈજલ કીચ, સંદીપ ધર, શ્વેતા ભારદ્વાજ, રાજપાલ યાદવ અને મનોજ જોશી મુખ્ય ભૂમિકા ભજવશે.
પોતાની પ્રથમ ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે નિર્દેશક રિક્ષિત મટ્ટાએ કહ્યું હતું કે 'જિયા ખાનના મોત પર મીડિયાના રિપોટોએ મને હચમચાવી દિધો. બૉલીવુડમાં સફળતા ભટકાવનાર છે અને અહી અનેક ખામીઓ છે. મારી આ ફિલ્મ બૉલીવુડની નબળાઇઓને ઉજાગર કરશે.
રિક્ષિત મટ્ટાએ કહ્યું હતું કે આ ફિલ્મ એક પાત્ર જિયા ખાનને ભળતું હશે. જિયા ખાન પોતાના જીવનમાં જે ઉતાર ચઢાવ પરથી પસાર થઇ છે તેને ફિલ્મમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ શબાના હાશમી કરશે.
જિયા ખાને ગત ત્રણ જૂનના રોજ જૂહૂ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. જિયા ખાનની આત્મહત્યા કેસમાં પોલીસ અભિનેતા આદિત્ય પંચોલી અને પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
