જ્હૉન અબ્રાહમે ભાભી એન્કાને ગિફ્ટ કરી ઑડી કાર
મુંબઈ, 19 ઑક્ટોબર : બૉલીવુડમાં હાલ ગિફ્ટ આપવાનું પ્રચલન ખૂબ વધી ગયું છે. ચારે બાજુ લોકો એક-બીજાને ઉપહારો આપી રહ્યાં છે. ક્યારેક ફિલ્મમાં કામ કરવાના નામે, ક્યારેક ફિલ્મની સફળતાએ તો પછી ક્યારેક કોઈકના જન્મ દિવસે.
આ જ ક્રમે બૉલીવુડના હંક એટલે કે જ્હૉન અબ્રાહમે પણ તાજેતરમાં જ પોતાના સિસ્ટર-ઇન-લૉ એટલે કે સાળી ન સમજતાં, પોતાના ભાભીને ઑડીની બહેતરીન એસયૂવી ક્યૂ3 ઉપહાર સ્વરૂપે આપી. જ્હૉને આ ગિફ્ટ પોતાના ભાભીએન્કા અબ્રાહમને તેમના જન્મ દિવસે આપી.
આવો જાણીએ તસવીરોમાં જુઓ જ્હૉનની આ ગિફ્ટ અંગે :

જ્હૉને ભાભીને આપી ઑડી કાર
જ્હૉન અબ્રાહમ જર્મનીની આ કાર નિર્માતા કમ્પની ઑડીના મોટા ફૅન છે. તેમણે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે ઑડીની કારો તેમને બહુ ગમે છે.

ઑડી ઇન્ડિયાના હૅડે સોંપી ચાવી
ઑડી ઇન્ડિયાના હૅડ માયકલ પર્શકે પણ આ પ્રસંગે ઉપસ્થિતત હતાં. માયકલે પોતે જ્હૉનના ભાભી એન્કાને ઑડી ક્યૂ3 કારની ચાવી સોંપી.

જ્હૉન અને પર્શકે
ઑડીના ફૅન જ્હૉને ઑડીની શાનદાર એસયૂવી ક્યૂ 5 ખરીદી છે. તેને પગલે ઑડી અને જ્હૉન વચ્ચે એક સઘન સમ્બંધ બની ગયો છે. કાર સાથે ઊભા છે જ્હૉન અને પર્શકે.

ખુશખુશાલ એન્કા
એન્કા જ્હૉનના નાના ભાઈ એલેન અબ્રાહમના પત્ની છે. જ્હૉન દ્વારા જન્મ દિવસે સરપ્રાઇઝ ગિફ્ટ અપાતાં એન્કા ખુશીથી ઝૂમી ઉઠી.

જ્હૉન પોતાના ભાઈ અને ભાભી સાથે
જ્હૉન દ્વારા અપાયેલ ગિફ્ટથી એન્કા બહુ ખુશ હતાં, તો જ્હૉનના ભાઈ એલેન પણ ઘણાં ઉત્સાહિત હતાં. આ કારની કિંમત 26.21 લાખ રુપિયાની આસપાસ છે.












Click it and Unblock the Notifications
