બૉલીવુડમાં હોવા અંગે ગૌરવ અનુભવતાં જ્હૉન અબ્રાહમ
મુંબઈ, 13 એપ્રિલ : જિસ્મ ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરનાર અભિનેતા જ્હૉન અબ્રાહમનું કહેવું છે કે આ મારા માટે ગૌરવની બાબત છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. મેં બૉલીવુડમાં દસ વરસ પૂર્ણ કરી લીધાં છે. હું શક્ય હશે, ત્યાં સુધી કામ કરતો રહીશ.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મૅરેથન ચૅરિટી ઍવૉર્ડ સમારંભમાં જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું બાળપણથી જ હિન્દી ફિલ્મો જોતો આવ્યો છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સો વર્ષ પૂર્ણ થવા અંગે તેમણે ખુશી વ્યક્ત કરી. આ પ્રંસંગે કરણ જૌહર, ઝોયા અખ્તર, દિબાકર બૅનર્જી તથા અનુરાગ કશ્યપ પણ હાજર હતાં. આ ચારેય ફિલ્મ દિગ્દર્શકોની રીયલ લાઇફ ઉપર બૉમ્બે ટૉકીઝ ફિલ્મ આવવાની છે.
જ્હૉન અબ્રાહમની આગામી ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા છે કે જે આગામી 3જી મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ છે.












Click it and Unblock the Notifications
