For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics : યુવાન દિલોના ધબકાર જ્હૉનનો આજે જન્મ દિવસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડના હૅન્ડસમ હીરોમાંના એક જ્હૉન અબ્રાહમનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ 39 વર્ષના થઈ ગયાં છે. ભલે એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશન કહેવાતા હોય, પરંતુ પીપલ મૅગેઝીને વર્ષ 2012ના સેક્સી મૅન તરીકે જ્હૉન અબ્રાહમની પસંદગી કરી છે. આ સાથે જ યુવાન દિલોના ધબકાર જ્હૉનનો ફિલ્મો માટે માર્ગ સરળ થઈ ગયો.

વર્ષ 2003ની હિટ ફિલ્મ જિસ્મ સાથે જ્હૉને બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મની સફળતાએ જ્હૉનને બૉલીવુડમાં ઓળખ અપાવી દીધી. પછી આવી યશરાજની ફિલ્મ ધૂમ કે જેણે એવી ધૂમ મચાવી કે જેનાથી જ્હૉનના નામની આગળ હિટ હોરીનું બિરૂદ લાગી ગયું. જોકે આ ફિલ્મ બાદ તેમની જેટલી સોલો હીરો ધરાવતી ફિલ્મો આવી, તેમાંની એક પણ ચાલી નહીં, આમ છતાં જ્હૉનને લોકો પસંદ કરતાં રહ્યાં. તેથી દોસ્તાના અને દેસી બૉય્ઝ જેવી ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો. ફિલ્મ જિસ્મ બાદ જ જ્હૉન બિપાશા બાસુના પ્રેમમાં ગિરફ્તાર થઈ ગયાં. સૌને લાગતું હતું કે બંને લગ્ન કરશે, પરંતુ 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ પણ જ્હૉન-બિપાશા જુદાં થઈ ગયાં. સાંભળવામાં આવ્યું છે કે હાલ જ્હૉન અબ્રાહમ એક એનઆરઆઈ બાળા પ્રિયા સાથે ડેટિંગ કરી રહ્યાં છે.

આવો આપને બતાવીએ જ્હૉન અબ્રાહમની કેટલીક વણજોયેલી તસવીરો.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

નાનકડો અને ક્યૂટ જ્હૉન કે જેને ખોળે લઈ રમાડવાનું મન થઈ જાય.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

ખૂબ જ વ્હાલો અને માસૂમ જ્હૉન કે જેના સ્મિતે દિલ ફિદા થવા તૈયાર થઈ જાય.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

લાડકવાયો જ્હૉન પોતાની આખી ફૅમિલી સાથે.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

પોતાના ફૅમિલી ફૅન સાથે જ્હૉન અબ્રાહમ.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

મૉડેલિંગ વખતની જ્હૉન અબ્રાહમની વણજોયેલી તસવીર.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

પીપલ્સ મૅગેઝીને વર્ષ 2012ના સેક્સી મૅન તરીકે જ્હૉનની પસંદગી કરી છે.

જ્હૉનનો જન્મ દિવસ

જ્હૉનનો જન્મ દિવસ

વનઇન્ડિયા પરિવાર પણ જ્હૉનને બર્થ ડે વિશ કરે છે.

English summary
John Abraham turns 39 today. He was recently chosen as the Sexiest man Alive 2012 by People Magazine India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X