For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘વગર કારણે બાઝી પડ્યાં છે એસઓએસ-જેટીએચજે’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર (એસઓએસ) મુદ્દે આજકલ જેટલાં પણ વિવાદો ચાલી રહ્યાં છે, તે તમામ અંગે એક્ટર શાહરુખ ખાન ખૂબ નારાજ છે. તેમને લાગે છે કે સ્ક્રીન્સની તંગી અંગે અજય દેવગન દ્વારા મોકલવામાં આવેલ લીગલ નોટિસ પણ એક બેકારનો તમાશો છે. સાથે જ તેઓ આવિવાદ અંગે લોકોની વાતો સાંભળી એટલાં પરેશાન થઈ ચુક્યાં છે કે તેમને લાગે છે કે હવે આ વાતને વગર કારણે હાઈપ આપવામાં આવી રહ્યું, જ્યારે આ વાતનો કોઈ મતલબ નથી.

શાહરુખે જણાવ્યું - હૃદયને દુભાવવા ઉપરાંત આ મુદ્દો ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે. આ જરાય યોગ્ય નથી. મને નથી ખબર કે આ વિવાદ કઈ રીતે ઉકેલાશે. શું કઈ મને કહી રહ્યું છે કે મારે પોતાની ફિલ્મ શુક્રવારે રિલીઝ ના કરવી જોઇએ? મને સમજાતું નથી. મને આ ખૂબ જ વિચિત્ર અને દિલને દુભાવનારી બાબત લાગે છે. આ બધાનો મતલબ શો છે? ફિલ્મ રિલીઝ થનાર છે અને આપણે એક-બીજાની ફિલ્મ માટે દુઆ કરવી જોઇએ. મને લાગે છે કે બંને ફિલ્મો સારો બિઝનેસ કરશે.

Sos-Jtjh

આ સાથે શાહરુખ ખાને એમ પણ જણાવ્યું કે જો સન ઑફ સરદારના નિર્માતાને થિયેટરની સંખ્યા અંગે એટલી ચિંતા હતી, તો તેમણે અગાઉથી થિયેટરો કેમ બુક કરાવ્યા નહિં? કે પછી તેઓ પોતાની ફિલ્મ આગળ-પાછળ પણ રિલીઝ કરી શકતા હતાં. શાહરુખે જણાવ્યું - મારું કહેવું એટલું જ છે કે જો તેઓ થિયેટરોની સંખ્યા અંગે આટલા ચિંતિત હતાં, તો તેમણે અગાઉથી થિયેટરો બુક કેમ ના કરાયાં? હવે કારણ કે આપના બિઝનેસ હાઉસે એમ ના કર્યું અને કોઈ બીજાએ કરી નાંખ્યુ, તો અમારી વિરુદ્ધ કેમ ઊભા છો? આ વાતે આટલો મોટો મુદ્દો કેમ છે?

શાહરુખ ખાને જણાવ્યું કે સન ઑફ સરદાર (એસઓએસ)ની ટીમ ચાહે તો પોતાની ફિલ્મ જબ તક હૈ જાન (જેટીએચજે) પહલે કે પછી પણ રિલીઝ કરી શકે છે, પરંતુ જો તેઓ દીવાળીએ જ રિલીઝ કરવા માંગતા હોય, તો તે જ દિવસે કરી દે. આ વાતને અકારણ મુદ્દો બનાવવાની ક્યાં જરૂર છે. શાહરુખે જણાવ્યું - જો આપની પાસે ઑપ્શન છે, તો આપ ફિલ્મને આ શુક્રવારે રિલીઝ કરી શક્યા હોત. એ પૂર્ણત્વે આપનો ફેંસલો છે. કાં તો આપ એક સપ્તાહ અગાઉ ફિલ્મ રિલીઝ કરો અથવા તો પછી એક સપ્તાહ બાદ. પરંતુ જો આપે એમ નક્કી કરી જ લીધું હોય કે એક જ દિવસે બંને ફિલ્મો રિલીઝ કરવી છે, તો કરો.

English summary
Shahrukh Khan feels that the current ongoing controversy regarding the number of screens allotted for the release of his film Jab Tak Hai Jaan and Ajay Devgn's Son of Sardar is "silly and strange".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X