જુડવા 2 : સલમાનની રિમેક આપશે સલમાનને માત!

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડના બોક્સઓફિસ માટે 2017નું વર્ષ અત્યાર સુધી તો સારૂ નહોતું રહ્યું. એક પછી એક સ્ટારની ફિલ્મો ફ્લોપ ગઈ છે. આ વર્ષે શાહરૂખથી લઈને સલમાન સુધી કોઈ બોક્સઓફિસ પર ખાસ કમાલ નથી દેખાડી શક્યું. કમાણીની વાત કરવામાં આવે છે, શાહરૂખ ખાનની 'રઇસ' આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી, પણ વરૂણ ધવનની 'જુડવા 2'એ આ રેકોર્ડ હવે પોતાના નામ પર કરી લીધો છે. આ ફિલ્મે વિશે હજુ પણ મિશ્ર પ્રતિસાદ જાણવા મળે છે, પરંતુ તેના વીકએન્ડ કલેક્શને તે કેટલી સારી છે અને કેટલી ખરાબ એ જણાવી દીધું છે. 100 કરોડના ક્લબમાં આ ફિલ્મે પોતાની જગ્યા તો બનાવી લીધી છે, પરંતુ તે ઉપરાંત પણ કેટલા રોકોર્ટ તોડ્યા એ જાણવા માટે આગળ વાંચો.

'જુડવા 2'ની કમાણી

'જુડવા 2'ની કમાણી

સુપરહિટ ફિલ્મ 'બાહુબલી' બાદ વરુણ ધવનની ફિલ્મ 'જુડવા 2' પોતાનું સ્થાન લઈ શકે છે. 'જુડવા 2'ને રિલિઝ થયા બાદ આજ સુધીની તેની કમાણી 155 કરોડથી વધુ થઈ છે. મળતી જાણકારી અનુસાર, હજુ પણ આ ફિલ્મની કમાણીમાં વધારો થશે.

'જુડવા 2'નું બજેટ

'જુડવા 2'નું બજેટ

આ ફિલ્મનું બજેટ 65 કરોડનું રાખવામાં આવ્યુ હતું અને તેના પ્રમોશનની પાછળ અંદાજે 15 કરોડ જેટલો ખર્ચ થયો હતો. આ ફિલ્મને એક સાથે 3000 સ્ક્રીન પર રિલિઝ કરવામાં આવી હતી.

'જુડવા 2'નું ઓપનિંગ રહી સારી

'જુડવા 2'નું ઓપનિંગ રહી સારી

રિલિઝ પહેલા આ ફિલ્મ અંગે લોકોનો ઉત્સાહ થોડો મોળો પડતો જણાયો હતો, આથી ફિલ્મની ઓપનિંગ 13 થી 15 કરોડમાં પુરી થઈ જશે એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મની ઓપનિંગ જ 16 કરોડ સાથે ધારણા કરતા વધારે સારી થઈ હતી.

અક્ષય કુમારની કરી બરાબરી

અક્ષય કુમારની કરી બરાબરી

'જુડવા 2' અત્યારે તો 'ટોયલેટ એક પ્રેમ કથા'ને બરાબરના ટક્કર આપી રહી છે. હાલ વરૂણ તેની 'જુડવા 2' સાથે 100 કરોડના કલ્બમા સામેલ થઈ ગયો છે. વરુણની આ ફિલ્મને રજાઓનો સૌથી મોટો ફાયદો થયો છે.

સલમાનને માત આપશે 'જુડવા 2'

સલમાનને માત આપશે 'જુડવા 2'

રજાઓનો માહોલ હજુ પણ ચાલી રહ્યો છે. લોકોનો રિસ્પોન્સ આવો જ રહ્યો તો, તેના વીકએન્ડનું કલેક્શન 60થી 75 કરોડ વધુ થાય એવી સંભાવના છે. જો એમ થયું તો, તો સલમાનની 'ટ્યુબલાઈટ'ને પણ વરૂણ માત આપી શકશે. કારણ કે સલમાનનું વીકએન્ડ કલેક્શન 59 કરોડ હતું.

English summary
Judwaa 2 box office collection - 7th day, second friday, one week performance.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.