For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Band : તો ધૂમ 3ની આલિયા કૅટરીના નહીં, દીપિકા હોત...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 નવેમ્બર : વર્ષ 2013માં રિલીઝ થયેલી ધૂમ 3 ફિલ્મે બૉક્સ ઑફિસે રેકૉર્ડ બ્રેક કમાણી કરી હતી. આમિર ખાન અને ધૂમસિરીઝ હોવાના પગલે આ ફિલ્મને દર્શકો તરફથી જોરદાર રિસ્પૉન્સ મળ્યો હતો. જોકે ધૂમની તે અગાઉની બે સિરીઝમાં ચોરીના સિક્વંસ ખૂબ શ્રેષ્ઠ રીતે દર્શાવાયા હતાં કે જે ધૂમ 3માં મિસિંગ હતાં, પરંતુ આમ છતાં આમિરને એક્શન કરતા જોવા લોકોમાં ભારે ઉત્સુકતા હતી.

વિજય કૃષ્ણ આચાર્ય દિગ્દર્શિત ધૂમ 3માં એમ તો બધુ બરાબર હતું, એક્શન, ડ્રામા, ઇમોશન્સ, પણ ફિલ્મમાં કેટલાક એવા સીન્સ પણ હતાં કે જ્યાં લૉજિક ભુલાવી દેવાયુ હતું. શું આપે વિચાર્યું છે કે જો બૅંકે 23 વર્ષો સુધી ચોરીનો ઇંતેજાર કરવાની જગ્યાએ સર્કસના સ્થાને કંઇક બીજુ બનાવડાવી દીધુ હોત તો? નહીં વિચાર્યુ ને? તો

પછી અહીં વાંચો કે એવું હોત, તો કેવી હોત ધૂમ 3.

23 વર્ષો સુધી બૅંક ન કરત ઇંતેજાર

23 વર્ષો સુધી બૅંક ન કરત ઇંતેજાર

આમિર ખાન પૂરા 23 વર્ષ બાદ પોતાના પિતાના મોતનો બદલો લેવાનું શરૂ કરે છે, પણ આશ્ચર્યજનક એ છે કે 23 વર્ષો સુધી ગ્રેટ ઇંડિયન સર્કસની જગ્યાએ બૅંકવાળાઓએ કંઇક બીજું કેમ ન બનાવડાવ્યું? બલ્કે તે જગ્યા જેમની તેમ જ હતી. વિચારો, જો બૅંક તે જગ્યાએ કંઇક બીજુ બનાવડાવી દેત, તો સાહિર શું કરત? બદલો લેવાની વાર્તાનું તો વાગી જાત બૅંડ.

લોન ચુકવી આપતા

લોન ચુકવી આપતા

અરે ભાઈ, જ્યારે બૅંક પાસેથી લોન લીધી છે, તો પૈસા તો પાછા આપવા જ પડે ને. હવે ન આપી શકો, તો બૅંકવાળાઓની શું ભૂલ? તેમને તો લોનના પૈસાથી મતલબ છે. જોવા જઇએ, તો તેમની ભૂલ પણ નથી, પરંતુ વિચારો કે જો ઇકબાલ હારૂન ખાન (જૅકી શ્રૉફ) તે વખતે કોઈ પણ રીતે લોન ચુકવી દેત, તો સાહિર તે જ સર્કસમાં પોતાના કરતબ બતાવતો નજરે પડત. ના કોઈ મરત, ન ઊભી થાત બદલાની વાર્તા.

જૅકી આત્મહત્યા ન કરત

જૅકી આત્મહત્યા ન કરત

બે પુત્રોને તેમના હાલે છોડી સુસાઇડ કરવું કાયરતા નથી, તો શું છે. સર્કસમાંથી લોન નહોતી ચુકવાતી, તો કોઈ નોકરી કરી લેવી જોઇતી હતી. ખેર, જો ઇકબાલ ખાન આત્મહત્યા ન કરત, તો વાર્તા શું હોત? સાહિર અને તેના સર્કસનું તો વાગી જાત ને બૅન્ડ.

આલિયા કેમ હતી ફિલ્મમાં?

આલિયા કેમ હતી ફિલ્મમાં?

શું આપ જાણો છો કે ફિલ્મમાં આલિયા ખાનના રોલ માટે પહેલી પસંદગી દીપિકા પાદુકોણે હતાં. તેમના ઇનકાર બાદ કૅટરીના કૈફની પસંદગીકરાઈ. જોકે ફિલ્મમાં આલિયા કોઈ પણ હોય, ફરક નથી પડતો, કારણ કે આલિયાએ તો માત્ર ડાન્સ જ કરવાનો હતો. વિચારો કે જો ધૂમની બાકીની ફિલ્મોની જેમાં આમાં પણ આલિયા કોઈ પોલીસ કે ચોર નિકળત તો... તો કદાચ વાર્તામાં આવત ટ્વિસ્ટ, પરંતુ આપણા દિગ્દર્શકની વાર્તાનું વાગી જાત બૅન્ડ.

જય પાસે કોઈ બીજો કેસ હોત

જય પાસે કોઈ બીજો કેસ હોત

બૅંક હોય છે શિકાગોમાં, કેસ હોત શિકાગોનો, પણ એસીબી જય દીક્ષિતને માત્ર એટલા માટે કેસ ઉકેલવા બોલાવાય છે, કારણ કે ચોર પોતાનો સંદેશ હિન્દીમાં છોડે છે. એમ પણ બની શક્યુ હોત કે ચોર પોલીસને બેવકૂફ બનાવવા માટે આમ કરતો હોય. ખેર, વિચારો કે ઇંડિયામાં રહેતા જય દીક્ષિત પાસે કોઈ બીજો કેસ હોત અને તે શિકાગો ન જઈ શકત તો... તો સાહિર આરામથી વર્ષો સુધી શિકાગો પોલીસને ઉલ્લૂ બનાવતો રહેત.

આલિયાને હકીકત જણાઈ જાત

આલિયાને હકીકત જણાઈ જાત

આલિયાને જોડકા ભાઇઓની હકીકત જાણ થઈ જાત, તો કદાચ આલિયા તેમને પહેલા જ પોલીસને પકડાવી દેત કે પછી પોતે પણ આ બંને ભાઇઓ સાથે મળી ચોરીમાં ભાગીદાર બની જાત. ખેર, જો આવુ થાત, તો કમ સે કમ આલિયા પાસે કોઈ કામ તો હોત સર્કસ ઉપરાંત પણ.

બંને ભાઇઓમાં ઝગડો થાત

બંને ભાઇઓમાં ઝગડો થાત

હાથ ન છોડતો, સાથ ન છોડતો.. પણ વિચારો કે છોકરી એટલે કે આલિયાના સ્થાને આ બંને ભાઇઓ વચ્ચે દરાર પડી જાત તો... તો એક ભાઈ પોલીસને બધુ બતાવી દેત અને બીજો કાં તો જેલ જાત કાં આપઘાત કરત, પણ ભાઈ વાર્તાનું બૅન્ડ વાગી જાત.

English summary
First preference for the role of Aaliya in movie Dhoom 3 was Deepika Padukone. So now, could you even think of how it would be.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X