સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ બનશે દુલ્હન, લૉકડાઉન બાદ સૌથી મોટા લગ્ન!
સિંઘમ ફિલ્મની હીરોઈન કાજલ અગ્રવાલ હવે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે.
મુંબઈઃ સિંઘમ ફિલ્મની હીરોઈન કાજલ અગ્રવાલ હવે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજલ અગ્રવાલ બિઝનેસ મેન ગૌતમ કિંચલુ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ એક અરેંજ્ડ-લવ મેરેજ છે. બંનેની સગાઈ થઈ ચૂકી છે. હાલમાં કાજલ અગ્રવાલ તરફથી આ અંગે કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે રાણા દગ્ગુબાતી બાદ સાઉથની વધુ એક સ્ટારના લગ્ન થવા જઈ રહ્યા છે.

મુંબઈમાં જ કરશે લગ્ન
આ સમાચારોને લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ મુંબઈમાં જ લગ્ન કરવાની છે. લૉકડાઉન બાદ આ એક મોટા લગ્ન માનવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નિયમ અનુસાર લગ્ન હવ લોકોના શામેલ થવાની સંખ્યા વધી શકે છે.

કાજલ અગ્રવાલ જલ્દી કરશે ઘોષણા
કાજલ અગ્રવાલના સગાઈના સમાચાર ગયા વર્ષે જ સામે આવવા શરૂ થઈ ગયા હતા. એ પણ નક્કી માનવામાં આવી રહ્યુ છે કે વર્ષ 2020માં કાજલ અગ્રવાલ લગ્ન કરી લેશે. જલ્દી તેની ઘોષણા કરી શકે છે.

સાઉથની સ્ટાર
ફિલ્મ સિંઘમથી હિંદી સિનેમામાં ચર્ચામાં આવનાર કાજલ અગ્રવાલે સાઉથ સિનેમામાં ખૂબ નામ કમાયુ છે.

કાજલ અગ્રવાલનો સ્ટાઈલિશ લુક
કાજલ અગ્રવાલ ટૉલીવુડની લોકપ્રિય અભિનેત્રી છે. તે પોતાની સ્ટાઈલ અને ગ્લેમર માટે જાણીતી છે. તેની અપકમિંગ ફિલ્મ ઈન્ડિયન 2 છે. કાજલ પોતાના દરેક લુક સાથે પ્રશંસા મેળવે છે.












Click it and Unblock the Notifications
