કાજોલના ચોરાયેલા 17 પાટલા જપ્ત, બે નોકરોની ધરપકડ
મુંબઈ, 30 ઑક્ટોબર : અને આખરે સિને અભિનેતા અજય દેવગણ તેમજ અભિનેત્રી કાજોલના ઘરે થયેલી ચોરીનું રહસ્ય ખુલી ગયું છે. મુંબઈ પોલીસે મંગળવારે કાજોલના ઘરે કામ કરતા બે નોકરો દેવેન્દ્ર તથા સંતોષ પાન્ડેની ધરપકડ કરી લીધી અને તેમની પાસેથી સોનાના 17 પાટલા જપ્ત પણ કરી લીધી છે. આજે બંને આરોપીઓને અંધેરી ખાતેની મજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયાં કે જ્યાંથી બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલા અપાયાં.

જોકે અજય દેવગણ અને કાજોલ પહેલી વખત ચોરીના બનાવનો ભોગ નથી બન્યાં. અગાઉ 2008માં પણ તેમના ઘરે ચોરી થઈ હતી અને તેમાં નોકરનો જ હાથ હતો કે જેની છત્તીસગઢમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘરેથી પણ ચોરી થઈ હતી. ચોરાયેલ સામાનમાં મ્યુઝિક સિસ્ટમ તથા આઈપૅડનો સમાવેશ થતો હતો.












Click it and Unblock the Notifications
