Controversy: કાજોલે ખરેખર BEEF ખાધું હતું કે પછી...

Posted By:
Subscribe to Oneindia News

કાજોલ ફરી એકવાર વિવાદો માં છે. આ વખતે વિવાદનું કારણ છે સોશિયલ મીડિયાનો એક વીડિયો. કાજોલે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે એક હોટલમાં બેસી પોતાના મિત્ર રિયાને બનાવેલ BEEF ખાતી નજરે પડે છે.

આખા દેશમાં હાલ ગૌમાંસનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. થોડી જ વારમાં કાજોલની આ પોસ્ટ પર લોકોએ અનેક નેગેટિવ કોમેન્ટ્સ કરવા માંડી. વાત એટલી આગળ વધી કે ડરેલી કાજોલે આખરે સ્પષ્ટતા કરવી પડી.

BEEF કોન્ટ્રોવર્સિ

BEEF કોન્ટ્રોવર્સિ

કાજોલે પોતાની વાત સ્પષ્ટ કરતાં સોશિયલ મીડિયા પર અન્ય એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું, લોકોએ મારી વાત ખોટી સમજી છે. એ વીડિયોમાં હું જેની વાત કરી રહી છું તે ગાય નહીં, ભેંસનું માંસ છે, જેનું કાયદેસર વેચાણ થાય છે. છેલ્લા કેટલાક સમયમાં કાજોલ અનેક વિવાદોમાં સપડાઇ ચૂકી છે.

કાજોલ અને રાની મુખર્જી

કાજોલ અને રાની મુખર્જી

કાજોલ અને રાની આમ તો કઝિન્સ છે, પરંતુ આ બંન્ને વચ્ચેની કોલ્ડ વોર જગજાહેર છે. આ બંન્ને વચ્ચે પહેલેથી જ ખાસ લગાવ નથી, પરંતુ થોડા સમય પહેલાં જ યોજાયેલ એક એવોર્ડ ફંક્શનમાં કાજોલે રાનીને સંપૂર્ણ રીતે ઇગ્નોર કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, રાનીએ કાજોલને પોતાના લગ્નનું ઇન્વિટેશન નહોતું આપ્યું.

આદિત્ય ચોપરા

આદિત્ય ચોપરા

આદિત્ય ચોપરાએ જ કાજોલને DDLJ જેવી હિટ ફિલ્મ આપી છે, જે તેના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. આ બંન્ને વચ્ચેના કોઇ ઝગડાની ખબરો તો સામે નથી આવી. પરંતુ એક ઇન્ટરવ્યૂમાં કાજોલે કહ્યું હતું, આદિત્ય સારો મિત્ર હતો.

બિગ બોસ કોન્ટ્રોવર્સિ

બિગ બોસ કોન્ટ્રોવર્સિ

રિયાલિટી શો બિગ બોસમાં કાજોલની બહેન તનિષા જોવા મળી હતી, આ શોમાં અરમાન કોહલી સાથે તનિષાના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું. આથી તનિષાને એ શોમાંથી બહાર કાઢવા માટે કાજોલે બનતા તમામ પ્રયત્નો કર્યા હતા. અજય દેવગણે તુરંત જ સલમાનને ફોન લગાવ્યો હતો અને તનિષાને બને એટલી જલ્દી શોમાંથી બહાર લાવવામાં આવી હતી.

સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ

સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ

કાજોલના જૂના ફોટોઝ અને અત્યારના લૂકમાં ખાસું અંતર જોવા મળે છે. કાજોલે આ વાત સ્વીકારી નથી, પરંતુ સ્પષ્ટ છે કે તેણે પણ અન્ય હિરોઇન્સની માફક સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ પર હાથ અજમાવ્યો છે.

મનિષ મલ્હોત્રા

મનિષ મલ્હોત્રા

બાલિવૂડના સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા અને કાજોલની મિત્રતા જગજાહેર છે. ફિલ્મ દિલવાલેના સેટ પર આઉટફિટના મામલે કાજોલ અને મનિષ વચ્ચે ઝગડો થઇ ગયો હતો. કાજોલને મનિષની ડિઝાઇન્સ પસંદ નહોતી આવી. વાત એટલી વધી કે મનિષ નારાજ થઇને સેટ છોડીને જતો રહ્યો હતો.

કાજોલ અને કૃતિ સેનન

કાજોલ અને કૃતિ સેનન

દિલવાલેના જ સેટ પર કાજોલ અને કૃતિ વચ્ચે પણ અણબનાવ થયો હતો. કૃતિ કાજોલ કરતાં ઘણી જૂનિયર છે, આથી એ કાજોલને ખૂબ રિસ્પેક્ટ આપતી હતી. પરંતુ કોઇક કારણસર કાજોલ સતત કૃતિને ઇગ્નોર કરતી. આ કારણે કૃતિ સેનન ખૂબ નિરાશ થઇ ગઇ હતી.

કરણ જોહર

કરણ જોહર

આ એપિસોડ અંગે તો કોઇને કશું જ યાદ અપાવવાની જરૂર નથી. ક્યારેક એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બનીને ફરતા મિત્રો કાજોલ અને કરણ જોહર હવે એકબીજા સામે જોવાનું પણ ટાળે છે. જેનું કારણ છે અજય દેવગણ.

વધુ વાંચો

વધુ વાંચો

હાલમાં જ કરણ જોહરે અજય દેવગણ પર અનેક આરોપ લગાવ્યા હતા અને હવે આખરે કાજોલે પણ આ અંગે ચુપ્પી તોડી છે.

Read also:"કરણ જોહર વિશે હું કોઇ વાત કરવા નથી માંગતી.."

English summary
Kajol expalins her beef video explaining it was buffalo meat.Read here more.
Please Wait while comments are loading...