Pics : મજબૂત સ્ક્રિપ્ટનો ઇંતેજાર કરતાં કાજોલ!

મુંબઈ, 16 ઑગસ્ટ : બોલ્ડ, બ્યુટીફુલ તથા બ્રાઉન આઇડ બ્યૂટી એટલે કાજોલ હવે મજબૂત પટકથાઓનો ઇંતેજાર કરી રહ્યાં છે.

તાજેતરમાં જ 39મો જન્મ દિવસ ઉજવનાર કાજોલે ગુરુવારે એક બાળ સંરક્ષણ એકમના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - હું વિચારુ છું કે જો હું કોઈ ફિલ્મ કરું, તો મારી પાસે તેનું કારણ હોવું જોઇએ. તેની સ્ક્રિપ્ટ બહુ સારી અને સશક્ત હોવી જોઇએ, કારણ કે ફિલ્મ કરતી વખતે જે સમય હું પોતાના બાળકોથી દૂર રહી પસાર કરતી હોઉં, તેને બર્બાદ ન કરી શકું. તેથી પટકથા સારી હોવી જોઇએ.

કાજોલ છેલ્લે 2010માં આવેલી શાહરુખ ખાન સાથેની માય નેમ ઇઝ ખાન તથા અજય દેવગણ સાથેની ટૂનપુર કા સુપરહીરો ફિલ્મોમાં દેખાયા હતાં. જોકે 2012માં કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં કાજોલ મહેમાન કલાકાર તરીકે મોટા પડદે જરૂર આવ્યા હતાં.

આવો તસવીરો સાથે જાણીઓ કાજોલ અંગે વધુ વિગતો :

પરિવારનો આનંદ

પરિવારનો આનંદ

કાજોલ પોતાના પતિ અજય દેવગણ તથા બે બાળકો ન્યાસા તેમજ યુગ સાથે પારિવારિક જીવનનો આનંદ માણી રહ્યાં છે.

બાળકો સાથે ખુશ

બાળકો સાથે ખુશ

કાજોલે ગુરુવારે એક બાળ સંરક્ષણ એકમના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - સાચુ કહં તો હું પોતાના બાળકો સાથે પોતાની જિંદગથી ખુશ છું. તેમને ઉછેરી અને તેમની સાથે સમય પસાર કરી હું હકીકતમાં ખુશ છું.

બાઝીગરથી શરુઆત

બાઝીગરથી શરુઆત

બાઝીગર કાજોલની પ્રથમ સફળ ફિલ્મ હતી કે જેમાં તેમના હીરો શાહરુખ ખાન હતાં. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી પણ હતાં. આ ફિલ્મ 1993ની હાઇએસ્ટ ગ્રોસિંગ મૂવી રહી હતી.

ડીડીએલજેએ કરાવ્યું જમ્પ

ડીડીએલજેએ કરાવ્યું જમ્પ

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે અંગે તો શું કહેવાય? આ એક બ્લૉકબસ્ટર ફિલ્મ હતી અને બૉલીવુડમાં શારહુરખ-કાજોલની જોડીને ગોલ્ડન પૅર તરીકે સ્થાપિત કરનાર ફિલ્મ હતી. આજે પણ આ ફિલ્મના રાજ-સિમરન લોકોના મગજમાંથી ભુંસાયા નથી. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત લંડન અને સ્વિટ્ઝરલૅન્ડમાં પણ થયુ હતું. કાજોલ આ ફિલ્મ માટે ફિલ્મફૅર બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ જીત્યા હતાં અને સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ થયા હતાં.

ત્રણ વર્ષથી બ્રેક

ત્રણ વર્ષથી બ્રેક

કાજોલ છેલ્લા ત્રણ વર્ષથી રૂપેરી પડદાથી ગાયબ છે. કાજોલની છેલ્લી ફિલ્મ માય નેમ ઇઝ ખાન 2010ની આ સૌથી વધુ બજેટની ફિલ્મ ગણાઈ. આ ફિલ્મ માટે કાજોલે ફિલ્મફૅર ઍવૉર્ડ હાસલ કર્યો, તો અપ્સરા ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ થયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X