For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાઝીગર વીસી, તો હવે કલ હો ના હો થઈ દસ વરસની!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 નવેમ્બર : ફિલ્મ નિર્માતા કરણ જૌહરની સફળ ફિલ્મ કલ હો ના હો રિલીઝ થયે એક વર્ષ થઈ ગયું છે. તેઓ કહે છે કે આ ફિલ્મ સાથે જોડાયેલી યાદો પાક્કી થઈ ગઈ છે, તો આ પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતા શાહરુખ ખાને ફિલ્મના નિર્માતા દિવંગત યશ જૌહરને યાદ કર્યાં.

kalhonaaho
કલ હો ના કલ ફિલ્મ 28મી નવેમ્બર, 2003ના રોજ રિલીઝ થઈ હતી કે જેને આજે 10 વર્ષ પૂર્ણ થઈ ગયાં. આ ફિલ્મમાં શાહરુખ ખાન, સૈફ અલી ખાન, પ્રીતિ ઝિંટા તેમજ જયા બચ્ચને મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. કરણ જૌહરે ટ્વિટર પર લખ્યું - કલ હો ના હોએ એક દશક પૂર્ણ કર્યો છે. હર પલ યહાં જી ભર જિયો, જો હૈ સમાં, કલ હો ના હો... ક્યારેય ન ભુંસાનાર યાદો.

ફિલ્મમાં અમન માથુરનો રોલ કરનાર શાહરુખ ખાને જણાવ્યું - ફિલ્મની આખી ટીમનો આભાર. ખાસ તો યશ જૌહર (ટૉમ અંકલ)નો... આપ બહુ ખાસ છો. આપની યાદ આવે છે. કલ હો ના હો યશ જૌહર નિર્મિત છેલ્લી ફિલ્મ હતી. યશનું 29મી જૂન, 2004ના રોજ નિધન થઈ ગયુ હતું.

નોંધનીય છે કે શાહરુખ ખાન તાજેતરમાં જ પોતાની પ્રથમ હિટ ફિલ્મ બાઝીગરને વાગોળી હતી. બાઝીગરે ગત 12મી નવેમ્બરના રોજ 20 વર્ષ પૂર્ણ કર્યા હતાં કે જેમાં તેમની સાથે કાજોલ અને શિલ્પા શેટ્ટી હતાં. બાઝીગરની વીસી બાદ શાહરુખની વધુ એક ફિલ્મ કલ હો ના હોએ દાયકો પૂર્ણ કર્યો છે.

English summary
It has been a decade since Karan Johar's hit romantic drama "Kal Ho Naa Ho" released. The filmmaker says he has "indelible" memories attached with the movie, while its lead actor Shah Rukh Khan missed the film's producer, late Yash Johar on the occasion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X