Pics : અનુરાગનું નામ સુદ્ધા સાંભળવા તૈયાર નથી કલ્કી!

મુંબઈ, 30 જાન્યુઆરી : કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપ વચ્ચે છુટાછેડા થઈ ગયા બાદથી જ બંને એક-બીજા સાથે નજરે પડતા નથી. અનુરાગ-કલ્પી વચ્ચેના અણબનાવનું કારણ બન્યાં હુમા કુરૈશી. ચર્ચા મુજબ હુમાક કુરૈશી તથા અનુરાગ કશ્યપ વચ્ચેના અફૅરના પગલે અનુરાગ-કલ્કી એક-બીજાથી જુદા થઈ ગયાં અને પછી તો કલ્કીએ અનુરાગનું ઘર પણ છોડી ભાડે રહેવાનું શરૂ કર્યું છે. એટલુ જ નહીં, કલ્કી કોચલીન હવે અનુરાગ કશ્યપનું નામ સુધા સાંભળવા નથી માંગતાં.

કલ્કી કોચલીન તાજેતરમાં જ મૅક્સ ફૅશન આઇકૉનની જાહેરાત પ્રસંગે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે કલ્કીને જ્યારે અનુરાગ કશ્યપ અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે સવાલ સુદ્ધા સાંભળવાનો ઇનકાર કરી દીધો. કલ્કીએ માત્ર એટલું જ કહ્યું કે તેમને કંઈ સંભળાતુ નથી. કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપ બંનેએ ગત વર્ષે જ જુદા થવાનો નિર્ણય કર્યો અને મીડિયાને આ અંગેની માહિતી આપી હતી. જોકે આ નિર્ણય બાદ પણ બંને એક સાથે એક જ ઘરમાં રહેતા હતાં. પછી તાજેતરમાં કલ્કીએ અનુરાગનું ઘર છોડી મુંબઈના વર્સોવામાં એક ભાડાનું મકાન લીધું અને હવે તેઓ ત્યાં જ રહે છે.

આવો તસવીરો સાથે જાણીએ આ પ્રણય-ત્રિકોણની કહાણી :

ત્રસ્ત છે કલ્કી

ત્રસ્ત છે કલ્કી

લાગે છે કે કલ્કી કોચલીન અનુરાગ કશ્યપ સાથેના આ ટૉપિકથી ત્રસ્ત થઈ ગયાં છે અને તેને ભુલાવવા માંગે છે.

શું કહ્યું..?

શું કહ્યું..?

મૅક્સ ફૅશન આઇકૉનના ઇવેંટમાં કલ્કીએ અનુરાગ અંગેના સવાલ પર સામો સવાલ કર્યો કે શું કહ્યું? કંઈ સંભળાતું નથી.

જાણીજોઈને અવગણના

જાણીજોઈને અવગણના

કલ્કી કોચલીન આ ઇવેંટમાં અનુરાગ સંબંધી પ્રશ્નોની જાણીજોઈને અવગણના કરી રહ્યા હતાં.

હુમાએ લગાડી આગ

હુમાએ લગાડી આગ

જ્યારથી હુમા કુરૈશી અને અનુરાગ વચ્ચે અફૅરની ચર્ચાઓ શરૂ થઈ, ત્યારથી કલ્કી-અનુરાગ વચ્ચે ખટરાગ પેદા થયો છે.

જુદા થઈ ગયાં કલ્કી-અનુરાગ

જુદા થઈ ગયાં કલ્કી-અનુરાગ

અનુરાગ અને તેમના પત્ની કલ્કી કોચલીને તાજેતરમાં જ એક-બીજાથી જુદા-જુદા રહેવાનો નિર્ણય કર્યો હતો, પણ બંનેએ છુટાછેડા લેવાનો ઇનકાર કર્યો હતો. અનુરાગ તરફથી નિવેદન આવ્યું હતું કે તેઓ થોડોક સમય પોતાના પત્ની કલ્કીથી દૂર રહેવા માંગે છે. જોકે તેઓ છુટાછેડા અંગે નથી વિચારતાં, પણ તેમને પોતાના સંબંધ માટે થોડોક વધુ સમય જોઇએ.

બધુ બરાબર નથી

બધુ બરાબર નથી

કલ્કીનું પણ કંઇક આવું જ કહેવું હતું કે તેઓ અનુરાગ કશ્યપ સાથે પોતાના પરિણીતી સંબંધોમાંથી થોડાક સમય માટે બ્રેક લઈ રહ્યાં છે. કલ્કી અને અનુરાગ વચ્ચે કેટલાક સમયથી બધુ બરાબર નથી ચાલી રહ્યું.

અલગ ઘરમાં કલ્કી

અલગ ઘરમાં કલ્કી

પછી એવા સમાચાર આવ્યાં હતાં કે કલ્કી કોચલીને અનુરાગ કશ્યપનું ઘર છોડી દીધું છે અને તેઓ હવે પોતાના ઘરે રહેવા જતા રહ્યાં છે.

હુમા-અનુરાગ

હુમા-અનુરાગ

અનુરાગ-હુમા વચ્ચે ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મના શૂટિંગ દરમિયાન નિકટતાઓ વધી, પણ પછી અનુરાગ-હુા બંનેએ આ સમાચારોને ખોટા ગણાવ્યાં અને સાથે જ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. હુમા-અનુરાગે જણાવ્યું હતું કે તેઓ એક-બીજા સાથે માત્ર કામ કરતા હતા. તેમની વચ્ચે કંઈ નથી.

ઇવેંટ્સમાં સાથે

ઇવેંટ્સમાં સાથે

જોકે હુમા અને અનુરાગ વચ્ચે નિકટતાઓ અંગે સ્પષ્ટતા થવા છતાં બંને ઇવેંટ્સમાં એક સાથે દેખાય છે. તાજેતરમાં અમેરિકન હસનના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન હુમા-અનુરાગ સાથે દેખાયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X