તામિળનાડુ સરકારનો વિશ્વરૂપ ઉપર પ્રતિબંધ

ચેન્નઈ, 24 જાન્યુઆરી : બહુમુખી પ્રતિભાના સ્વામી કમલ હસનને જોરદાર ઝાટકો લાગ્યો છે. તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ વિશ્વરૂપ ઉપર તામિળનાડુ સરકારે બે સપ્તાહનો પ્રતિબંધ ફરમાવ્યો છે. બુધવાર મોડી રાત્રે તામિળનાડુ સરકારે આદેશ આપ્યો કે ફિલ્મ વિશ્વરૂપને તામિળનાડુ ખાતે રિલીઝ નહીં કરવા દેવામાં આવે, કારણ કે ફિલ્મમાં કંઈક એવ છે કે જે રાજ્યમાં રમખાણો ફેલાવી શકે છે.

Kamal Hassan

નોંધનીય છે કે સરકારે આ પગલું મુસ્લિમ સંગઠનોની તે અપીલ ઉપર લીધું છે કે જેમાં કહેવાયું છે કે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ દર્શાવાયું છે કે જે અસ્વીકાર્ય છે. બીજી બાજુ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કમલે જણાવ્યું કે તેમની ફિલ્મમાં એવું કંઈ જ નથી. કેટલાંક લોકો તેમની ફિલ્મનો બિઝનેસ ખરાબ કરવાના ઇરાદે આવી વાતો કરી રહ્યાં છે. તેમની ફિલ્મ મનોરંજન માટે છે, નહીં કે રમખાણો ફેલાવવા માટે.

વિશ્વરૂપ ફિલ્મમાં પોતાનું તમામ દાવ ઉપર લગાડનાર કમલ હસન માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. અગાઉ સિનેમાઘર માલિકો કમલ હસનનો વિરોધ કરી રહ્યાં હતાં, કારમ કે કમલ ફિલ્મને થિયેટરોની સાથે ડીટીએચ ઉપર પણ લૉન્ચ કરવાનું વિચારતા હતાં. તેથી થિયેટર માલિકોને લાગ્યુ હતું કે તેમનો બિઝનેસ ચોપટ થઈ જશે. તેના પગલે કમલ હસને પોતાની ફિલ્મની રિલીઝ ડેટ 11 જાન્યુઆરીથી આગળ ધપાવી 25મી જાન્યુઆરી કરી દીધી હતી. એવો નિર્ણય કરાયો હતો કે ફિલ્મ 25મીએ હિન્દી સિવાય તેલુગુ અને તામિળ ભાષાઓમાં રિલીઝ થશે, પરંતુ લાગતું નથી કે ફિલ્મ હવે તામિળ પણ રિલીઝ થઈ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X