'વિશ્વરૂપ પર બેનથી દુ:ખી પણ હું ભારતમાં જ રહીશ'
મુંબઇ, 31 જાન્યુઆરી: જાણીતા અભિનેતા કમલ હસને મુંબઇ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેમણે ગુસ્સામાં આવી જઇને દેશ છોડવાની વાત ભલે કરી હોય પરંતુ તેઓ ભારતમાં જ રહેશે. તેમણે પોતાની ફિલ્મ વિશ્વરૂપમને મળેલ સમર્થન માટે મીડિયા, જનતા સહિત સૌ કોઇનો આભાર માન્યો અને કહ્યું કે ફિલ્મ પર લાગેલા પ્રતિબંધથી હું દુ:ખી છું.

ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઇકોર્ટની ડબલ બેન્ચે ફિલ્મ પર 6 ફેબ્રુઆરી સુધી ફિલ્મ પર રોક લગાવી દીધી છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એલિપ ધર્મારાવ અને અરૂણા જગદીશને સિંગલ બેન્ચના નિર્ણયને પલટી નાખ્યો હતો. સિંગલ બેન્ચે ફિલ્મ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ખોટો ગણાવી ફિલ્મના પ્રદર્શનની અનુમતિ આપી હતી.












Click it and Unblock the Notifications
