What! : ક્વીનમાં બૅન્ડિટ ક્વીનનું દૃશ્ય, કંગનાએ ઉતાર્યાં કપડાં!!!
મુંબઈ, 25 ફેબ્રુઆરી : હૅડિંગ વાંચીને ચોંકી ગયાં ને? વાત જાણે એવી છે. ફૂલન દેવી ઉપર બનેલી શેખર કપૂરની ફિલ્મ બૅન્ડિટ ક્વીનનું એ દૃશ્ય તો યાદ જ હશે કે જેમાં સીમા બિસ્વાસ આખા ગામ સામે ન્યુડ થવા મજબૂર થઈ જાય છે. અત્યારે બૅન્ડિટ ક્વીન એટલા માટે યાદ આવી ગઈ, કારણ કે તે ફિલ્મના જ એક શબ્દ ક્વીન શીર્ષક સાથે કંગના રાણાવતની ફિલ્મ આવી રહી છે.
કંગના રાણાવત આજકાલ પોતાની આવનાર ફિલ્મ ક્વીન અંગે ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં કંગનાએ એક નૉન ગ્લૅમરસ પાત્ર ભજવ્યું છે, પણ આ નૉન ગ્લૅમરસ પાત્રને પણ કંગનાએ તમામ કપડા ઉતારી હૉટ બનાવી દીધું છે. હવે જો ક્વીનમાં કંગના ન્યુડ થયા હોય, તો શાબ્દિક જુગલબંધીના હિસાબે આપણે કહી શકીએ ને કે ક્વીનમાં બૅન્ડિટ ક્વીનનું દૃશ્ય જોવા મળી શકે છે.
જાણવા મળે છે કે ક્વીન ફિલ્મમાં લીડ રોલ કરતાં કંગના રાણાવત દિલ્હીના એક મધ્યમ વર્ગની યુવતીનો રોલ કરી રહ્યાં છે કે જે વગર મેક-અપે કૉલેજ જાય છે. તેથી કંગનાએ આ ફિલ્મમાં મેક-અપ વગરના શૉટ્સ આપ્યા છે, પણ સાંભળવા મળે છે કે ફિલ્મમાં તેમનું એક ન્યુડ સીન પણ હશે કે જે ભારતીય હિન્દી સિનેમા માટે મોટી બાબત છે. ચિલ્લર પાર્ટી જેવી ફિલ્મ બનાવનાર વિકાસ બહેલે ક્વીન બનાવી છે.
ચાલો જોઇએ મહેબૂબ સ્ટુડિયો ખાતે ક્વીનના પ્રમોશનની તસવીરો અને જાણીએ વધુ વિગતો :

કંગના રાણાવત
કંગના રાણાવત અંગે વિકાસ બહેલે જણાવ્યું - કંગના વાસ્તિવક જીવનમાં પોતાની આગામી ફિલ્મ ક્વીન ભજવેલી ભૂમિકા કરતાં બિલ્કુલ જુદા છે.

કંગના રાણાવત
અંગત જીવનમાં કંગના રાણાવત ફૅશનના રાણી છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે.

કંગના રાણાવત-રાજકુમાર રાવ
ક્વીન ફિલ્મમાં કંગનાએ રાણી નામના શર્મિલી પંજાબી મહિલાની ભૂમિકા ભજવી છે.

વિકાસ બહેલ
વિકાસ બહેલે જણાવ્યું કે ક્વીન ફિલ્મમાં કંગનાએ મહત્વનો ફાળો આપ્યો છે.

વિકાસ બહેલ, કંગના રાણાવત અને રાજકુમાર રાવ
વિકાસ બહેલે જણાવ્યું - આ અમારા માટે એક મોટી સિદ્ધિ છે કે ક્વીન એક વ્યાવસાયિક ફિલ્મ તરીકે બની છે અને દર્શકો તેને પસંદ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
