MeToo: પત્નીને ટ્રોફીની જેમ રાખી છોકરીઓ સાથે રોમાન્સ કરે છે ઋતિકઃ કંગના

બોલિવુડ ક્વીન કંગના રનૌતે ફરીથી એક વાર ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

ભારતમાં #MeToo અભિયાને જોર પકડી લીધુ છે. હિંદી સિને જગતની ગલીઓમાંથી નીકળી હવે તે રાજકારણના ઉમરે પહોંચ્યુ છે. આ વિશે વાત કરતા બોલિવુડ ક્વીન કંગના રનૌતે ફરીથી એક વાર ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. ફિલ્મ મેકર વિકાસ બહેલ પર સનસનીખેજ આરોપ લગાવનાર કંગનાએ કહ્યુ કે વિકાસ બહેલ સાથે જે પણ થયુ તે સારુ થયુ. આવા ઘણા બધા લોકો છે ઈન્ડસ્ટ્રીમાં, વિકાસ બહેલ એકલા નથી. અહીં માત્ર એ લોકો નથી જે છોકરીઓ સાથે જોર જબરદસ્તી કરે છે.

કંગનાએ લગાવ્યા ઋતિક રોશન પર આરોપ

કંગનાએ લગાવ્યા ઋતિક રોશન પર આરોપ

એવા લોકો પણ છે જે છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે, તેમને ખોટા વચનો આપે છે, તેમની સાથે લગ્ન કે કામના બહાને રિલેશન બનાવે છે, આ પણ એક પ્રકારનું યૌન શોષણ જ છે. આ એ લોકો છે જે પોતાની પત્નીને ટ્રોફીની જેમ રાખે છે પરંતુ તેની પીઠ પાછળ છોકરીઓ સાથે રિલેશન બનાવે છે. કંગનાનો ઈશારો ફિલ્મ અભિનેતા ઋતિક રોશન તરફ હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું તમે ઋતિક રોશન વિશે કહી રહ્યા છો તેણે ખુલીને કહ્યુ, હા હું તેમની જ વાત કરી રહી છુ. તેમની સાથે કોઈએ કામ ન કરવુ જોઈએ. આવા લોકોને બોયકોટ કરવા જોઈએ.

‘પહેલા લગ્નનું વચન આપે છે પછી પાગલ ગણાવે છે'

‘પહેલા લગ્નનું વચન આપે છે પછી પાગલ ગણાવે છે'

તમને જણાવી દઈએ કે કંગનાએ બે વર્ષ પહેલા ઋતિક રોશન પર આરોપ લગાવ્યા હતા કે તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે પ્રેમનું નાટક કર્યુ હતુ. જો કે ઋતિકે કંગનાની બધી વાતોનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યુ હતુ કે તે માનસિક રીતે ઠીક નથી.

ઋતિકે મને ફિલ્મમાંથી કઢાવીઃ કંગના

ઋતિકે મને ફિલ્મમાંથી કઢાવીઃ કંગના

વાત ઘણી આગળ નીકળી ગઈ હતી, કંગનાએ આરોપ લગાવ્યો હતો કે ઋતિકના પિતા રાકેશ રોશન, પોતાના વર્ચસ્વનો પ્રયોગ કરી રહ્યા છે અને આ કારણે તેની ફરિયાદ નોંધાતી નથી. એટલુ જ નહિ કંગનાના જણાવ્યા મુજબ ઋતિકે તેને આશિકી 3 ફિલ્મમાંથી કઢાવી હતી.

ઋતિકે કંગનાને ખોટી ગણાવી હતી

ઋતિકે કંગનાને ખોટી ગણાવી હતી

એટલુ જ નહિ ઋતિકે કંગના પર તેના પર્સનલ ઈમેલથી પ્રાઈવેટ વાતો અને ફોટો શેર કરવાનો આરોપ લગાવ્યો હતો. કંગનાના વકીલે કહ્યુ હતુ કે કંગના પણ આ વાતો કહી શકે છે કે તેના પર્સનલ ફોટોને ઋતિક રોશન સાર્વજનિક કરવા પર તુલ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X