Pics : ફૅન્સ માટે ઑનલાઇન થયાં કંગના રાણાવત!
મુંબઈ, 5 સપ્ટેમ્બર : સેલિબ્રિટીઓનું ગ્લૅમર તેમના ફૅન્સના આધારે જ હોય છે અને એટલે જ તો તેઓ પોતાના ફૅન્સનું ખાસ ખ્યાલ રાખે છે. બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પણ આ વાત સારી રીતે સમજે છે. તેથી તેમણે પોતાના ફૅન્સ સાથે પ્રત્યક્ષ રીતે જોડાવા માટે પોતાની અધિકૃત વેબસાઇટ લૉન્ચ કરી છે.
કંગના રાણાવત પોતાની વેબસાઇટ લૉન્ચ કરવા આવ્યાં, ત્યારે પણ ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડ્યાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું - હું આ કામ ઘણા વખતથી કામ કરવા માંગતી હતી. હું જે પ્રકારના વ્યવસાયમાં છું, તેને જોતાં મારા માટે લોકો સાથે વાતચીત કરવી મહત્વનું છે. મારા નામે ઘણા નકલી ઍકાઉંટ હતાં અને હું તે તમામ ઍકાઉંટનો અંત લાવવા માંગતી હતી.
કંગનારાણાવત.કૉમ નામની અધિકૃત વેબસાઇટ ઉપર કંગના રાણાવતના વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલ તમામ બાબતો અપડેટ કરાશે. કંગનાએ જણાવ્યું - હું પોતાના ફૅન્સ સાથે જોડાવા માંગુ છું અને તેમને પોતાના કામ અંગે જણાવવા માંગુ છું. જે કંઈ પણ થઈ રહ્યું છે, તે અંગે હું તેમને બતાવતા રહેવા માંગુ છું. વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓના પગલે હું આ કાર્ય અગાઉ ન કરી શકી. આ વેબસાઇટ લૉન્ચ કરવાની સાથે જ હું સમગ્ર દુનિયામાં પોતાના ફૅન્સ સાથે જોડાવા માંગુ છું.
કંગના હાલ હૃતિક રોશન તથા વિવેક ઓબેરૉય સાથે પોતાની આવનાર ક્રિશ 3 ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગના રાણાવત એક સુપર વુમનનો રોલ કરી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ કંગના રાણાવત અંગે વધુ વિગતો :

ફૅન્સ સાથે જોડાયા કંગના
કંગના રાણાવત હવે પોતાના ફૅન્સ સાથે જોડાઈ ગયાં છે. તેમણે તાજેતરમાં જ પોતાની અધિકૃત વેબસાઇટ લૉન્ચ કરી છે.

બોલ્ડ અંદાજમાં લૉન્ચિંગ
પોતાની વેબસાઇટ લૉન્ચિંગ કરવા માટે કંગના રાણાવત ખૂબ જ બોલ્ડ અંદાજમાં હાજર થયાં.

બબલી ગર્લ
બૉલીવુડના બબલી ગર્લ તરીકે જાણીતા કંગના રાણાવતે રાઝ : ધ મિસ્ટ્રી કન્ટીન્યુઝ, ડબલ ધમાલ તથા તનુ વેડ્સ મનુ જેવી રોમાંટિક અને હાસ્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નકલી ઍકાઉંટ સામે વાંધો
કંગના રાણાવતને પોતાના નામે ચાલતા નકલી ઍકાઉંટ અંગે વાંધો છે. તેમણે જણાવ્યું કે તેઓની ઑફિશિયલ વેબસાઇટ શરૂ થતાં તેમના નામે ચાલતા નકલી ઍકાઉંટ્સ બંધ થઈ જશે.

શૂટઆઉટ એટ વડાલા
કંગના રાણાવત છેલ્લે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં દેખાયા હતાં.

ગૅંગસ્ટરથી શરુઆત
કંગનાએ બૉલીવુડ કૅરિયર ગૅંગસ્ટર ફિલ્મ સાથે કર્યુ હતું. આ પ્રકારની ફિલ્મોમાં તેઓ ખાસ પસંદગી બની ચુક્યાં છે.

કલેજા હાજિર હૈ...
કલેજા હાજિર હૈ... ખંજર કહાં હૈ... બોલ ઉપર મુજરો કરવા તૈયાર છે કંગના રાણાવત. ફિલ્મ રજ્જોમાં કંગના રાણાવત મુજરો કરી પોતાની જાતમાં રેખાની ઝલક દાખવવાની કોશિશ કરશે.

સુપર વુમન કંગના
કંગના રાણાવત પોતાની આવનાર ફિલ્મ ક્રિશ 3માં સુપર વુમનના રોલમાં નજરે પડનાર છે.












Click it and Unblock the Notifications
