માતાનું ચાલ્યું હોત તો 16 વર્ષે પરણી ગયાં હોત કંગના
મુંબઈ, 9 મે : બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતના અંગત જીવનમાં ઝાંકો, તો ઘણા રહસ્યો દટાયેલા મળશે. તેમાંનું જ એક રહસ્ય તેમણે પોતાના માતા સામે જ ખોલ્યું કે તેમના માતા ઇચ્છતા હતાં કે 16 વર્ષની વયે જ કંગનાના લગ્ન થઈ જાય.

થૅંક યૂ મૉમ મધર્સ ડે સેલિબ્રેશનમાં કંગના રાણાવત સાથે આવેલ તેમના માતા આશા રાણાવત લગ્નની યોગ્ય ઉંમર 16 વર્ષ જ માને છે. કંગનાએ જણાવ્યું કે તેમનો ભાઈ 22 વરસનો થઈ ગયો અને તેમના માતા તેના લગ્નની પાછળ પડ્યાં છે. માતાને લાગે છે કે ભાઈના લગ્નની ઉંમર નિકળી ગઈ છે. આશા રાણાવતે જણાવ્યું - કંગના બાળપણથી જ ખૂબ મહેનતુ અને પોતાના કામ પ્રત્યે નિષ્ઠા ધરાવતી હતી. સાથે ખૂબ જ શરમાળ પણ હતી.
કંગના રાણાવતે આ પ્રસંગે પોતાના માતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું - માતાએ મને રસોઈ બનાવવાથી લઈ ઝાડુ લગાવવા સુધી બધુ શિખવાડ્યું. જો હું અભિનેત્રી ન હોત, તો મારૂં કૅરિયર તો પહેલાથી સેટ થઈ ચુક્યુ હતું... પણ હું માતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગાશી કે મારા સપનાં પૂર્ણ કરવામાં તેમણે ઘણાં ત્યાગ કર્યાં અને મહેનત કરી. કાર્યક્રમમાં કંગના પોતાના માતા માટે કેટલાંક રોપાઓ લઈને પહોંચ્યાં, કારણ કે માતાને ગાર્ડનિંગનો ખૂબ જ શોખ છે.
કંગના રાણાવતની આગામી ફિલ્મોમાં આઈ લવ એનવાય તથા રજ્જોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં શ્રદ્ધા કપૂર પણ ઉપસ્થિત હતાં. આશિકી 2 ફિલ્મની સફળતા બાદ શ્રદ્ધા હવે વિવિધ કાર્યક્રમોમાં દેખાવા લાગ્યાં છે.












Click it and Unblock the Notifications
