For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રાનૌટ અભિનંદનની સ્વદેશ વાપસી પર કંઈક આવું બોલી

પાકિસ્તાન આજે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલશે. પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને અભિનંદનને ભારત પાછો મોકલવાની વાત કહી.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન આજે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલશે. પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને અભિનંદનને ભારત પાછો મોકલવાની વાત કહી. પાકિસ્તાન ઘ્વારા કરવામાં આવેલા આ એલાન પછી ભારતનો દરેક નાગરિક બહાદુર પાયલોટ ભારત આવે તેની રાહ જોઈ રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે વિંગ કમાન્ડર અભિનંદનના ભારત આવવા પર નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: અભિનંદનની મુક્તિ પર સિદ્ધુએ ફરી આપ્યુ પાક અંગે નિવેદન, જાણો હવે શું કહ્યુ?

કંગના રાનૌટ ઘ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી

કંગના રાનૌટ ઘ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી

અભિનેત્રી કંગના રનૌતે વિંગ કમાન્ડર અભિનંદનના પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી અને તેમની બહાદુરીના વખાણ કર્યા. કંગના તેમના પાછા આવવા પર ખુબ જ ઉત્સાહિત છે. તેમને ભારતીય સેનાના વખાણ કરતા કહ્યું કે આપણા બધા સુરક્ષિત છે. તેની સાથે કંગનાએ કહ્યું કે કેટલાક લોકો અભિનંદન માટે ખોટી ચિંતા બતાવી રહ્યા છે.

ભારતીય સેના બધી જ સ્થિતિને સાચવવા માટે તૈયાર: કંગના

ભારતીય સેના બધી જ સ્થિતિને સાચવવા માટે તૈયાર: કંગના

પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના 13 જેટલા આતંકી કેમ્પ એર સ્ટ્રાઈક કરી 300થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. બાદમાં ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરી રહેલ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન મિગ-21 PoKમાં ક્રેશ થયું હતું અને તેઓ પાકિસ્તાની સીમમાં પહોંચી ગયા જ્યાં તેમને પાકિસ્તાની આર્મીએ પકડી લીધા. પરંતુ તેમને પાકિસ્તાની ઓફિસરો સામે પોતાની નીડરતાનો પરિચય આપ્યો.

વિંગ કમાન્ડર અભિનંદન અસલી હીરો

વિંગ કમાન્ડર અભિનંદન અસલી હીરો

વિંગ કમાન્ડરની બહાદુરીના વખાણ કરતા કંગના રનૌતે કહ્યું કે દરેક લોકો પોતાની ઈચ્છાથી દેશની સેવા માટે સેનામાં ભરતી થાય છે. તેમને તેના પરિણામ વિશે ખબર હોય છે. એટલા માટે તેઓ સાચા હીરો છે, તેઓ સમ્માન અને પ્રેમના હકદાર છે. તેની સાથે સાથે કંગનાએ લોકોને સંયમ રાખવાની અપીલ કરી. તેમને કહ્યું કે સરકારને ખબર છે કે શુ કરવાનું છે. ભારતીય સેના દરેક સ્થિતિ સામે લડવા તૈયાર છે.

માત્ર 90 સેકન્ડમાં પાકિસ્તાનનું એફ-16 તોડી નાખ્યું

માત્ર 90 સેકન્ડમાં પાકિસ્તાનનું એફ-16 તોડી નાખ્યું

પાકિસ્તાન એરફોર્સના એફ-16 ફાઈટર જેટ્સે કાશ્મીરમાં ઘૂસણખોરી કરી. આઈએએફએ આ જેટ્સનો પીછો કર્યો અને આ જેટ્સમાંથી એક જેટ હતુ રશિયાનું બનેલુ મિગ-21 જેને ઉડાવી રહ્યા હતા વિંગ કમાંડર અભિનંદન. અભિનંદને માત્ર 90 સેકન્ડની અંદર એફ-16ના તોડી પાડ્યુ. અભિનંદને જે કારનામો કર્યો છે તે કોઈ મામૂલી વાત નથી. વિંગ કમાંડર અભિનંદને જે કર્યુ છે હવે તે ઈતિહાસના પાનાંઓમાં નોઁધાઈ ગયુ છે.

English summary
kangana ranaut on IAF hero Abhinandan vartman's release
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X