• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Y પ્લસ સુરક્ષા મેળવનાર પહેલી સ્ટાર કંગના રનોત, 2 કમાંડો- 11 ઑફિસર્સ, ધાકડ થશે એન્ટ્રી!

|

કંગના રનોત અને શિવસેના વચ્ચે થયેલ વાક યુદ્ધ બાદ વાય પ્લસ સુરક્ષા વિશે ઘણા સવાલ પણ ઉઠી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે આના પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. આની શરૂઆત થઈ કંગનાથી. કંગનાએ એક નિવેદનમાં મુંબઈની સરખામણી પીઓકે સાથે કરી ત્યારબાદથી જ શિવસેના સાથે તેનો વિવાદ શરૂ થઈ ગયો. કંગનાએ એલાન કર્યુ કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે. કોઈમાં જો દમ હોય તો તેને રોકીને બતાવે. જો કે ત્યારબાદથી કંગનાની સુરક્ષામાં કેન્દ્ર સરકારની ભૂમિકા સામે આવી.

સ્પેશિયલ કમાંડો

સ્પેશિયલ કમાંડો

કંગનાને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી. પરંતુ શું તમે જાણો છો કે કંગના રનોત પહેલી એવી સ્ટાર બની ગઈ છે જેને આ રીતની ઉચ્ચ સ્તરની સુરક્ષા મળી છે. હા, ચાલો તમને જણાવીએ આની આખી ડિટેલ. છેવટે કેવી હશે કંગના રનોતની વાય પ્લસ સુરક્ષા. કેન્દ્ર મંત્રાલય તરફથી કંગનાને મળેલી વાય પ્લસ શ્રેણીી સુરક્ષામાં કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળના સ્પેશિયલ કમાંડો હશે. આમાં 10થી 11 કમાંડો 24 કલાકમાં અલગ અલગ શિફ્ટમાં કંગનાની રક્ષા કરશે.

કંગનાના ઘરની બહાર ટાઈટ સિક્યોરિટી

કંગનાના ઘરની બહાર ટાઈટ સિક્યોરિટી

કંગના જો ક્યાંય જાય તો આ કમાંડો સાથે અંગત સુરક્ષા અધિકારી હશે. બાકીના લોકો તેના ઘરે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. કંગનાના ઘરની બહાર સંપૂર્ણપણે ટાઈટ સિક્યોરિટી જોવા મળશે. તમને જણાવી દઈએ કે વાય શ્રેણીની સુરક્ષા સાથે x, z અને z+ સુરક્ષા પણ હોય છે. એક્સ કેટેગરી ઉપર વાય કેટેગરીની સુરક્ષા હોય છે કે જે દેશના વીઆઈપી લોકોને આપવામાં આવે છે. 11 સુરક્ષાકર્મી વાય શ્રેણીમાં શામેલ થાય છે.

કંગના માટે સ્પેશિયલ સુરક્ષા

કંગના માટે સ્પેશિયલ સુરક્ષા

વાય પ્લસ સુરક્ષાની અંદર 1 કે 2 કમાંડો અને 2 પીએસઓ શામેલ હશે. એટલે કે હવે કંગના મુંબીમાં ક્યાંય પણ જશે તો તેની આસપાસ તમને જબરદસ્ત સુરક્ષા જોવા મળશે. કંગના રનોતે ખુદને આ સુરક્ષા મળવા પર ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો અને લખ્યુ કે આ પ્રમાણ છે કે હવે કોઈ દેશભક્તના અવાજને કોઈ ફાંસીવાદી કચડી નહિ શકે. હું અમિત શાહજીની આભારી છુ. તે ઈચ્છતા તો સ્થિતિના કારણે મને થોડા દિવસ મુંબઈ ન જવાની સલાહ આપતા. પરંતુ તેમણે ભારતની એક દીકરીના વચનોનુ માન રાખ્યુ. અમારા સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી. જય હિંદ.

કંગના રનોતની ઑફિસ પર કબ્જો

કંગના રનોતની ઑફિસ પર કબ્જો

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ કંગના રનોતને કેન્દ્ર સરકાર તરફથી મળનાર વાય શ્રેણીની સુરક્ષા પર કહ્યુ - મુંબઈ અને મહારાષ્ટ્રનુ અપમાન કરનારને વાય શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય ગંભીર અને આશ્ચર્યજનક છે. મહારાષ્ટ્ર માત્ર શિવસેના, એનસીપી અને કોંગ્રેસ જ નહિ પરંતુ ભાજપ અને જનતાનુ પણ છે. વળી, સંજય રાઉતે કંગનાને હરામખોર કહી. શિવસેનાના હુમલા કંગના પર તેજીથી થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી સુરક્ષા આ સંદર્ભમાં બતાવવામાં આવી રહી છે. સાથે જ સોમવારે બીએમસી મુંબઈ સ્થિત કંગના રનોતની ઑફિસ પણ પહોંચી. કંગનાએ કહ્યુ કે મારી ઑફિસને કબ્જામાં લઈ લીધી.

છિછોરેના 1 વર્ષ પર ટીમે શેર કર્યા એવા ફોટા જે દિલ તોડી દેશે

English summary
Kangana ranaut will be first actress to get Y plus security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X