રિયાના દાવાનુ કંગનાએ કર્યુ ખંડન, 'આ બકવાસ સ્ક્રિપ્ટ મહેશ ભટ્ટે લખી કે જાવેદ અખ્તરે?'

રિયા ચક્રવર્તતીના દાવાઓ પર કંગના રનોતે નિશાન સાધ્યુ છે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત સોશિયલ મીડિયા પર બેબાકીથી પોતાનુ મંતવ્ય કહેવા માટે જાણીતી છે. તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ ખુલીને પોતાની કહે છે. કંગનાનુ માનવુ છે કે સુશાંતના મોત પાછળ ક્યાંકને ક્યાંક ઈન્ડસ્ટ્રીમાં ફેલાયેલ ગેંગિઝમનો પણ હાથ છે. વળી, સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મુખ્ય આરોપી અને અભિનેત્રીની કથિત ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તીએ હાલમાં જ એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે સુશાંત વિશે ઘણા એવા દાવા કર્યા છે જેનુ સુશાંતના પરિવારે જ નહિ પરંતુ દોસ્તોએ પણ ખંડન કર્યુ છે. હવે રિયાના આ દાવાઓ પર કંગના રનોતે નિશાન સાધ્યુ છે.

કંગનાએ શેર કર્યો સુશાંતનો વીડિયો

કંગનાએ શેર કર્યો સુશાંતનો વીડિયો

વાસ્તવમાં રિયાએ ઈન્ટરવ્યુમાં કહ્યુ કે સુશાંતને પ્લેનમાં બેસવાનો ડર લાગતો હતો અને તે ક્લસ્ટ્રોફોબિયાથી ગ્રસિત હતા જેના માટે તે દવા લેતા હતા. રિયાના આ દાવાનુ ખંડન કરીને કંગનાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં સુશાંત ઉંચાઈ પર એકદમ ખુશ દેખાઈ રહ્યા છે. કંગનાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'ફેક્ટ સુશાંતને ઉડવાથી કોઈ ડર નહોતો લાગતો, આ બકવાસ સ્ક્રિપ્ટ કોણે લખી છે? મહેશ ભટ્ટ કે જાવેદ અખ્તરે?'

'બેકાર સ્ક્રિપ્ટના લેખક કોણ છે'

'બેકાર સ્ક્રિપ્ટના લેખક કોણ છે'

એક અન્ય ટ્વિટમાં કંગનાએ અંકિતા લોખંડેની પોસ્ટ શેર કરીને લખ્યુ, 'ફેક્ટ ગયા વર્ષે રિયાને મળતા પહેલા સુશાંતની માનસિક બિમારીની કોઈ હિસ્ટ્રી નથી. આ માનસિક બિમારીવાળો પ્લોટ, ભૂતિયા હોટલવાલો પ્લોટ, યુરોપીની ટ્રિપ દરમિયાન એર સિકનેસવાળી બેકાર સ્ક્રિપ્ટના લેખક કોણ છે?' આ સાથે જ કંગનાઓ રિયાનુ સમર્થન કરનાર લોકો માટે કહ્યુ છે, 'આ એ જ લોકો છે જે ટુકડે ગેંગનુ સમર્થન કરે છે, ઈન્ડિયન આર્મી પર પત્થરમારો કરનારને માસુમ કહે છે, સીએએ/370 એબોલિશન પર હુલ્લડો કરાવે છે, હિંદુ મુસલમાનોને લડાવે છે, દલિતોને ભડકાવે છે, આ માત્ર જૂઠ અને નફરતનો સાથ આપતા આવ્યા છે અને આજે પણ તે જ કરી રહ્યા છે.'

કંગનાઃ એનસીબીની મદદ કરવા માંગુ છુ

આ પહેલા સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવતા કંગનાએ ટવિટ કરીને કહ્યુ હતુ કે તે એનસીબીની મદદ કરવા માટે તૈયાર છે પરંતુ આના માટે તે કેન્દ્ર સરકાર પાસે સુરક્ષા ઈચ્છે છે. તેનુ કહેવુ છે કે તે પોતાના કરિયરને જ નહિ પરંતુ પોતાના જીવનને પણ જોખમમાં મૂકી રહી છે. કંગનાએ કહ્યુ કે સુશાંતને અમુક ડર્ટી સિક્રેટ ખબર હતી એટલા માટે તેને મારી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે બૉલિવુડમાં ડ્રગ્ઝનો ખૂબ જ ઉપયોગ થાય છે અને જો તપાસ કરવામાં આવી તો બહુ બધા એક્ટર્સના નામ લિસ્ટમાં સામે આવશે. કંગનાના આવુ કહ્યા બાદ ટ્વિટર પર #કંગના_રાણાવત_ને_સુરક્ષા ટ્રેન્ડ કરવા લાગ્યુ. જેના પર સુશાંતને બહેને પણ પ્રતિક્રિયા આપી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટ્વિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરીને અનુરોધ કર્યો કે કંગના રનોતને સુરક્ષા આપવામાં આવે જેથી તે એનસીબીની મદદ કરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X