સિને બ્લિટ્ઝ પર ક્રિશ 3ની સુપરવુમન કાયા
મુંબઈ, 5 ઑક્ટોબર : બૉલીવુડમાં ગૅંગસ્ટર ગર્લ તરીકે સ્થાપિત કંગના રાણાવતની આગામી મહત્વની ફિલ્મ ક્રિશ 3 છે અને તેમાં તેઓ સુપરવુમન કાયાનો રોલ કરી રહ્યાં છે. આ સુપરવુમન કાયા રૂપેરી પડદે સાકાર થયા પહેલા સિને બ્લિટ્ઝ મૅગેઝીન ઉપર છવાઈ ગઈ છે.

હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા તથા વિવેક ઓબેરૉય સાથે ક્રિશ 3 ફિલ્મ આવતા મહીને એટલે કે 1લી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના રાણાવત વિલનની ભૂમિકામાં આવી રહ્યાં છે. તેઓ એક સુપરવુમન તરીકે લોકો સમક્ષ આવી રહ્યાં છે અને તેમના પાત્રનું નામ કાયા છે.
કંગના રાણાવતનો આ સુપરવુમન અવતાર સિને બ્લિટ્ઝ મૅગેઝીનના કવર પેજ ઉપર અવતર્યું છે. સિને બ્લિટ્ઝ મૅગેઝીનની ઑક્ટોબર 2013ની આવૃત્તિના કવર પેજ ઉપર કંગના રાણાવતનો સુપરવુમન અવતાર પ્રસિદ્ધ થયો છે. કંગના રાણાવતે તાજેતરમાં જ આ આવૃત્તિનું અનાવરણ કર્યું.












Click it and Unblock the Notifications
