કોમેેડીના ચક્કરમાં આ સ્ટારને નારાજ કરી ચુક્યો છે કપિલ શર્મા!
કપિલ શર્માની કોમેડીના લાખો લોકો ફેન્સ છે. કપિલના શોમાં બોલિવૂડના મોટા સ્ટાર જોવા મળે છે. જો કે કપિલના શોમાં ઘણી વખત એવી પણ ઘટનાઓ બની છે, જેનાથી મોટા સ્ટાર નારાજ થઈ ગયા હોય.
કપિલ શર્માની કોમેડીના લાખો લોકો ફેન્સ છે. કપિલના શોમાં બોલિવૂડના મોટા સ્ટાર જોવા મળે છે. જો કે કપિલના શોમાં ઘણી વખત એવી પણ ઘટનાઓ બની છે, જેનાથી મોટા સ્ટાર નારાજ થઈ ગયા હોય. કપિલ શર્મા કોમેડી કરતા કરતા આ બોલિવૂડ સ્ટારને નારાજ કરી ચુક્યો છે.

અમિતાભ બચ્ચન
કપિલ શર્મા અભિનેતા સોનુ સૂદ સાથે KBC 13ના સેટ પર પહોંચ્યો હતો. અહીં કપિલ ચાર કલાક મોડો પહોંચ્યો હતો. અમિતાભે આ માટે ખરીખોટી સંભળાવી હતી, જો કે આ બધુ હળવાશથી થયું હતું.

અજય દેવગણ
2017માં અજય દેવગન તેની ફિલ્મ બાદશાહોની ટીમ સાથે કપિલા શોમાં પહોંચ્યો હતો. 15 મિનિટ સુધી રાહ જોયા બાદ પણ કપિલ ન આવતા અજયે સેટ છોડીને જતો રહ્યો હતો.

સુનીલ ગ્રોવર
કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની બબાલથી બધા પરિચિત છે. એક વખત કપિલ ટીમ સાથે ઓસ્ટ્રેલિયાથી શો કરીને ભારત પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કપિલ ડ્રિંક કરી ટીમ પર ગુસ્સે ભરાયો હતો. આ વખતે સુનીલ ગ્રોવરે તેને શાંત કરવાનો પ્રયાસ કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બબાલનો હજુ અંત આવ્યો નથી.

ચંદન પ્રભાકર
સુનીલ ગ્રોવર સાથે સાથે કપિલ સાથે ચંદન પ્રભાકરનો પણ ઝઘડો થયો હતો. ચંદન અને સુનીલ ગ્રોવરે પણ શો છોડી દીધો હતો, જોકે બાદમાં કપિલ શર્મા સમજાવીને શોમાં પાછો લાવ્યો હતો.












Click it and Unblock the Notifications
