અરમાને શરૂ કર્યું શૂટિંગ, કપૂર ખાનદાનની હાજરી : જુઓ તસવીરો

મુંબઈ, 12 જૂન : હિન્દી સિનેમાના ગ્રેટ શો મૅન રાજ કપૂર ભલે આજે આ દુનિયામાં હયાત નથી, પરંતુ તેમના બાદની પેઢીઓ બૉલીવુડમાં વર્ષોથી છવાયેલી રહી છે અને હજી નવા-નવા ચહેરાઓ આપતી જાય છે. તેમાંનો જ વધુ એક ચહેરો છે અરમાન જૈન કે જેઓ લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

અરમાન જૈને લેકર હમ દીવાના દિલ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને આ પ્રસંગે કપૂર ખાનદાને પણ હાજરી આપી અરમાનને પ્રોત્સાહન આપ્યુ હતું. આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમ પણ નવા ચહેરાઓનુ ખુલ્લા મને સ્વાગત કરે છે અને અરમાન જૈન પણ એક નવો ચહેરો છે કે જે લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. અરમાન જ્યારે સેટ ઉપર શૂટિંગ કરતા હતાં, ત્યારે તેમને પ્રોત્સાહન આપવા માટે કપૂર ખાનદાનના સભ્યો રણધીર કપૂર, નીતૂ સિંહ, રાજીવ કપૂર વિગેરે પણ પહોંચ્યા હતાં.

અરમાન જૈન રાજ કપૂરના દોહિત્ર છે. બૉલીવુડમાં હાલમાં સક્રિય રાજ કપૂરની ત્રીજી પેઢીના કલાકારો કરીના કપૂર તથા રણધીર કપૂર છે અને હવે તેમના પિતરાઈ બહેન અરમાન જૈન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે અરમાનની લવ-સ્ટોરિકલ એન્ટ્રી થઈ રહી છે. ફિલ્મનું નિર્માણ ઇલુમિનાટી ફિલ્મ્સ તથા ઇરોઝ ઇંટરનેશનલ કરી રહ્યાં છે.

અરમાન જૈન-રણધીર કપૂર

અરમાન જૈન-રણધીર કપૂર

લેકર હમ દીવાના દિલ ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલીના ભાઈ આરિફ અલીએ કર્યું છે.

કપૂર ખાનદાન

કપૂર ખાનદાન

હમ દીવાના દિલ ફિલ્મમાં સંગીત એ આર રહમાને આપ્યું છે.

નીતૂ સિંહ

નીતૂ સિંહ

લેકર હમ દીવાના દિલ ફિલ્મને સૈફ અલી ખાન પણ પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

રાજીવ કપૂર-અરમાન જૈન

રાજીવ કપૂર-અરમાન જૈન

લેકર હમ દીવાના દિલ ફિલ્મમાં અરમાનના હીરોઇન છે દીક્ષા શેઠ.

રણધીર કપૂર

રણધીર કપૂર

અરમાન જૈન રાજ કપૂરના દોહિત્ર છે. રાજ કપૂરના પુત્રી રીમા જૈન અને જમાઈ મનોજ જૈનના પુત્ર અરમાન જૈન કરીના-રણબીર-કરિશ્માના પિતરાઈ ભાઈ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X