કરણ જોહરે મારુ પણ જાહેરમાં અપમાન કર્યુ હતુઃ આમિર ખાનનો ભાઈ ફૈઝલ ખાન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ હિંદી સિનેમાના ઘણા લોકોએ ડિપ્રેશન અને નેપોટિઝમ પર ખુલીને પોતાની વાત કહી છે. હવે આમીર ખાનના ભાઈ ફૈઝલ ખાને પણ આ વિશે ખુલાસો કર્યો છે.

નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ હિંદી સિનેમાના ઘણા લોકોએ ડિપ્રેશન અને નેપોટિઝમ પર ખુલીને પોતાની વાત કહી છે. વળી, અમુક લોકો એવા છે જેમણે લાંબા સમય બાદ કેમેરા સામે આવીને કહ્યુ છે કે બૉલિવિડમાં એક માફિયા જૂથ સક્રિય છે કે જે પોતાના હિસાબે લોકોને હેન્ડલ કરે છે. જો કોઈ તેમના વાત ન માને તો તેને માનસિક શોષણનો શિકાર બનવુ પડે છે. કંગના રનોતનુ કહેવુ છે કે સુશાંત સિંહ રાજપૂત સાથે પણ આવુ કંઈક જ થયુ છે જેના કારણે તે તૂટી ગયા.

આમિર ખાનના ભાઈએ કરણ જોહર વિશે કર્યો નવો ખુલાસો

આમિર ખાનના ભાઈએ કરણ જોહર વિશે કર્યો નવો ખુલાસો

કંગનાા ખુલ્લી રીતે ફિલ્મમેકર કરણ જોહર પર શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં ફિલ્મ માફિયા અને માનસિક શોષણની વાત હજુ સુધી તે કહી રહ્યા હતા કે જે ખરેખર આઉટસાઈડર્સ અને નૉન ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે પરંતુ હવે આ રીતની વાતો જાણીતા ફિલ્મી પરિવારના સભ્યએ કરી છે અને એ વ્યક્તિનુ નામ છે અભિનેતા ફૈઝલ ખાન જેમણે કરણ જોહર વિશે ચોંકાવનારી વાત કહી છે.

'કરણ જોહરે જાહેરમાં મારુ અપમાન કર્યુ હતુ'

'કરણ જોહરે જાહેરમાં મારુ અપમાન કર્યુ હતુ'

જાણીતા ફિલ્મ અભિનેતા આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને કહ્યુ છે કે મારા ભાઈ આમિર ખાનની 50મી બર્થડે પાર્ટી હતી, એ પાર્ટીમાં કરણ જોહર પણ હતા, હું ત્યાં કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે કરણ સતત મને એ વ્યક્તિ સાથે વાત કરવાથી રોકી રહ્યા હતા. કરણે વ્યક્તિને મારી પાસેથી હટાવવાની પૂરી કોશિશ કરી હતી જ્યારે તો પણ હું એ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કરણે બધાની સામે મારુ અપમાન કર્યુ. આ રીતની ઘણી વસ્તુઓ મારી સાથે થઈ અને હું આમાંથી પસાર થયો છુ.

ફૈઝલ ખાને કહ્યુ - મને પણ લોકોએ કામ ન આપ્યુ

ફૈઝલ ખાને કહ્યુ - મને પણ લોકોએ કામ ન આપ્યુ

બૉલિવુડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને કહ્યુ કે કરણ જોહરનુ આ વર્તન મારા માટે બહુ દર્દનાક હતુ. ફૈઝલે કહ્યુ કે હંમેશા એ જરૂરી નથી કે તમે સ્ટાર કિડ્ઝ છો તો તમને કામ મળી જશે અથવા તમે આઉટસાઈડર હોવાના કારણે તમને કામ ન મળે. ફિલ્મ મેલા ફ્લોપ ફિલ્મ હતી પરંતુ તેમાં મારા કામની પ્રશંસા કરવામાં આવી હતી. તેમછતાં મને ઈન્ડસ્ટ્રીમાં કામ ન મળ્યુ. મને કલાકો સુધી પ્રોડ્યુસર્સની ઑફિસમાં બેસાડી દેવામાં આવતો હતો અને લાંબી રાહ જોયા પછી મને ઘરે પાછા જવા માટે કહી દેવામાં આવતુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X