આગામી ફિલ્મ અંગે અજાણ છે કરણ જૌહર
મુંબઈ, 29 ઑક્ટોબર : તાજેતરમાં જ અફવાહો આવી રહી હતી કે ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે કરણ જૌહરની આગામી ફિલ્મ બેમિસાલ (રીમેક) દ્વારા બૉલીવુડમાં ફરી એક વાર એન્ટ્રી કરનાર છે, પરંતુ અત્યાર સુધી ઐશ કે પછી કરણ તરફથી આવી અટકળો અંગે કોઈ પણ પ્રકારની કોઈ ટિપ્પણી કરાઈ નથી. જોકે તાજેતરમાં જ કરણ જૌહરે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે પોતાની આગામી ફિલ્મ અંગે અત્યાર સુધી કઈં વિચાર્યું નથી.

કરણે જણાવ્યું - મારૂં કામ જ મારી જિંદગી છે. મારી ફિલ્મો જ મારા જીવનને આગળ વધારે છે અને ફિલ્મો વગર મારી જિંદગીમાં કશુંય નથી. ફિલ્મો મારૂં પૅશન છે.
યશ ચોપરા બાદકરણ જૌહર જ એક એવા ફિલ્મ નિર્માતા છે કે જેમણે રોમેન્ટિક ફિલ્મોને નવો આયામ આપ્યો છે. તાજેતરમાં જ કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર રિલીઝ થઈ અને આ ફિલ્મ પણ કરણની અન્ય ફિલ્મોની જેમ બૉક્સ ઑફિસે ધમાલ મચાવી રહી છે.
કરણે પોતાની ફિલ્મો અંગે બતાવતાં જણાવ્યું - હું જે કઈં પણ વિચારું છું, તે જ બનાવું છું. હું એક કૉલેજ કૅમ્પસ તેમજ કૉલેજની મિત્રતા ઉપર એક ફિલ્મ બનાવવા માંગતો હતો અને મેં સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બનાવી. આ ફિલ્મ મારા માટે હુ જ જુદી છે કારણ કે મેં પહેલી વાર ન્યુકમર્સ સાથે કામ કર્યું છે. હવે મને એ ખબર નથી કે મારી આગામી ફિલ્મ કયા વિષય પર આધારિત હશે.
હવે કરણે તો સ્પષ્ટ રીતે કહી નાંખ્યું કે પોતાની આગામી ફિલ્મ અંગે તેમણે હજું કઈં જ વિચાર્યું નથી, પરંતુ લોકોએ અફવાહો ફેલાવી છે કે કરણ અમિતાભ બચ્ચન અને રાખીની જૂની ફિલ્મ બેમિસાલની રીમેક બનાવી રહ્યાં છે તથા ઐશ્વર્યા સાથે અભિષેક આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે. હવે આ આ અફવાહમાં કેટલી વાસ્તવિકતા છે, તે તો આવનાર સમય જ બતાવશે. હાલ તો રાહ જુઓ કરણની જાહેરાતની.












Click it and Unblock the Notifications
