યશનું અધુરૂં રોમાંસ : કરણ તૈયાર, આદિત્યનો ઇનકાર
મુંબઈ, 30 ઑક્ટોબર : સૌ જાણે છે કે યશ ચોપરાની અંતિમ ઇચ્છા હતી કે તેઓ પોતાની છેલ્લી ફિલ્મ જબ તક હૈજાનમાં કૅટરીના કૈફને સફેદ શિફૉન સાડી પહેરાવી રઢિયામણાં સ્વિટ્ઝરલૅન્ડમાં એક રોમાન્ટિક ગીતની શુટિંગ કરે. પરંતુ તેમની આ ઇચ્છા પૂર્ણ થાય તે પહેલાં જ તેઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં.

પછી યશના પુત્ર આદિત્ય ચોપરાએ આ ગીત વગર જ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે, તો બીજી બાજું જાણીતાં નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરે યશની અધૂરી ઇચ્છા પૂર્ણ કરવાની તૈયારી દાખવી છે, પરંતુ આદિત્ય હવે યશની છેલ્લી ફિલ્મ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવા માંગતા નથી. આમ હવે ફાઇનલી આ ફિલ્મ રોમાન્ટિક ગીત વગર જ રજૂ થશે.
કરણ જૌહરે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ યશ ચોપરાની અધૂરી ખ્વાહિશ પૂર્ણ કરવા માંગે છે અને તેથી તેમણે આદિત્ય ચોપરાને જણાવ્યુ હતું કે જો તેઓ ઇચ્છે, તો હું આ ગીતનું શુટિંગ કરી શકું છે, પરંતુ આદિત્ય ચોપરાએ ઇનકાર કરી દીધો છે. આદિત્યે નક્કી કર્યું છે કે ફિલ્મ વગર રોમાન્ટિક ગીતે જ રજુ કરાશે.
કરણની ઇચ્છા યોગ્ય છે, પરંતુ કદાચ આદિત્ય નથી ઇચ્છતાં કે તેમના પિતા યશજીની છેલ્લી ફિલ્મમાં કોઈ બીજા દિગ્દર્શકનો ફાળો રહે. આદિત્ય ઇચ્છે છે કે આ ફિલ્મ પૂર્ણત્વે યશ ચોપરાની જ ફિલ્મ કહેવાય.












Click it and Unblock the Notifications
