આ ગંભીર બિમારીથી પીડિત છે સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન, 96 કિલો હતુ વજન
તમને જાણીને નવાઈ લાગશે કે સારા ખાન પીસીઓએસ નામની બિમારીથી પીડિત છે જેના કારણે એક સમય હતો જ્યારે તેનું વજન ખૂબ વધી ગયુ હતુ.
ફિલ્મ કેદારનાથથી બોલિવુડમાં પગરણ કરી રહી રહેલી સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પ્યારી શહેજાહી સારા અલી ખાન હાલમાં ખાસ્સી ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ બાદ તો લોકોમાં તેનો ક્રેઝ એકદમ જ વધી ગયો છે. લોકોને સારાની અંદર એંશીના દાયકાની અમૃતા સિંહ દેખાય છે. હવે અભિનયના મામલે તે પોતાની મા જેટલી મેચ્યોર છે કે નહિ તે તો ફિલ્મના રિલીઝ થયા બાદ જ માલુમ પડશે પરંતુ એમાં કોઈ શક નથી કે હાલમાં સારા અંગે લોકોમાં ઘણી ઉત્સુકતા છે.

સારા ખાન PCOS નામની બિમારીથી પીડિત
તમને જાણીને નવાઈ લાગશે કે સારા ખાન પીસીઓએસ નામની બિમારીથી પીડિત છે જેના કારણે એક સમય હતો જ્યારે તેનું વજન ખૂબ વધી ગયુ હતુ પરંતુ પોતાની દ્રઢ શક્તિ અને આકરી દિનચર્યાના કારણે સારાએ પોતાને મેઈનટીન કરી લીધી. આ ખુલાસો સારા અને તેના પિતા સૈફ અલી ખાને કોફી વિથ કરન શોમાં કરણ જોહર સામે કર્યો હતો.

સારા ખાનનું વજન હતુ 96 કિલો
સારાએ કહ્યુ કે તેમને પીસીઓએસ નામની બિમારી છે, જેમાં ઓવરીમાં ગાંઠો (સિસ્ટ) પડી જાય છે. જેના કારણે હોર્મોન્સ પણ ડિસ્બેલેન્સ થઈ જાય છે. તે વખતે વજન ઘટાડવુ એક મોટી ચેલેન્જ બની જાય છે. સારા માટે પણ આ ઘણુ ચેલેન્જિંગ હતુ કારણકે જ્યારે તેને પોતાના બિમારી વિશે ખબર પડી ત્યારે તેનુ વજન 96 કિલો હતુ.

શું છે પીસીઓએસ?
પીસીઓએસનું આખુ નામ છે ‘પોલિસિસ્ટિક ઓવરી સિંન્ડ્રોમ' છે, જેના કારણે મહિલાઓનું વજન ઘણુ વધી જાય છે. પીસીઓએસની સમસ્યાથી પીડિત મહિલાઓના અંડાશયમાં હોર્મોન સામાન્ય માત્રાથી વધુ બને છે. આના કારણે અંડાણુ સિસ્ટ કે ગાંઠમાં બદલાઈ જાય છે અને ઘણી વાર તે કેન્સરનું રૂપ ધારણ કરી લે છે અને ક્યારેક ક્યારેક આના કારે મહિલાઓ ગર્ભ ધારણ નથી કરી શકતી અને ગર્ભ જો રહી પણ જાય તો તે યોગ્ય નથી હોતુ. આ રોગથી પીડિત મહિલાઓનો ગર્ભપાત થઈ જાય છે.

ઉપાય
વજન નિયંત્રણમાં રાખવુ.
રોજિંદો વ્યાયામ કરવો જેથી વજન નિયંત્રણમાં રહે.
અત્યાધિક તૈલી, મીઠુ તેમજ ચરબીયુક્ત ભોજન ન ખાવુ.
તણાવથી દૂર રહેવુ.












Click it and Unblock the Notifications
